વિલ સ્મિથનો ઓસ્કાર પરત લેવાય તેવી શક્યતા

લોસએન્જલિસ, ૯૪ મા એકેડમી એવોર્ડસ/ ઓસ્કાર વિનર્સની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે. આ વર્ષે ઓસ્કારની રેસમાં કેટલીક શ્રેષ્ઠ ફિલ્મ્સ, એક્ટર્સ અને ડાયરેક્ટર્સની વચ્ચે જાેરદાર સ્પર્ધા રહી. ઓસ્કાર લેવાનો સિલસિલો શરૂ થયો હતો કે હોલીવુડ અભિનેતા વિલ સ્મિથને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી ગઈ.
ઓસ્કાર ૨૦૨૨માં અભિનેતા વિલ સ્મિથ સ્ટેજ પર ક્રિસ રોલને મુક્કો મારી દીધો. પ્રઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીનાં વાળ વિષે કમેન્ટ કરી હતી, જેના પર વિલ સ્મિથને ગુસ્સો આવી ગયો. તેઓ ઉભા થઈને મંચ પર ગયા ને પછી ક્રિસ રોકને મુક્કો મારી દીધો.
ક્રિસ રોકે ફિલ્મ જી.આ જેને ને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પીન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તેમણે જેડાની ટાલ પર કમેન્ટ કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં તેમને તેમના વાળ ન હોવાને કારણે લેવામાં આવ્યા છે. જ્યારે જેડાએ ફિલ્મ માટે પોતાના વાળ કપાવ્યા ન હતા.
પરંતુ તે એલોપેસિયા નામની વાળ ન હોવાની બિમારીથી ઝઝૂમી રહી છે, એટલા માટે તેણે પોતાના વાળ કપાવેલા છે. પત્નીની આ પ્રકારે મજાક બનવી એ વિલને પસંદ પડ્યું નહી અને તેમણે ચાલું શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
આ ઘટનાએ સૌનાં હોશ ઉડાવી નાંખ્યા. ક્રિસ રોક પણ મુક્કો ખાધા બાદ થોડી વાર સ્તબ્ધ થઇ ગયા. વિલે તેમણે કહ્યું કે મારી પત્નીનું નામ ફરી લેતો નહી અને ક્રિસે જવાબ આપ્યો કે તેઓ આવું ફરી નહી કરે. ઓસ્કર્સ ૨૦૨૨ સેરેમનીમાં સામેલ લોકોની સાથે સાથે ઇવેંટને ટીવી પર જાેનારી જનતા પણ હેરાન રહી ગઈ. મિનિટોમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા. બંનેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.
જાેકે બાદમાં વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને મુક્કો મારવા બદલ માફી પણ માંગી. એવોર્ડ સ્વીકારતી વખતે વિલ સ્મિથ ભાવુક થઈ ગયા હતા અને પોતાના ભાષણમાં ક્રિસ રૉકને લાફો મારવા બદલ માફી માગી હતી. ભાષણમાં તેમણે જણાવ્યું, હું એકેડેમીની માફી માગું છું, હું તમામ નૉમિનેટેડ સાથીઓની માફી માગું છું.
૯૪મા એકેડમી એવોર્ડસનુ આયોજન રવિવારે લોસ એન્જેલસમાં ડોલ્બી થિયેટરમાં થયુ હતુ. આ આયોજન એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ તરફથી થયુ હતુ. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સની ગાઈડલાઈન અનુસાર આ આચારસંહિતાનુ ઉલ્લંઘન છે.
એક પોસ્ટ અનુસાર જ્યારે વિલ સ્મિથે કોમેડિયન પર હુમલો કર્યો, તો રૂમમાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. રિપોર્ટમાં એ પણ જણાવાયુ છે કે વિલ સ્મિથ પોતાનો એવોર્ડ પરત કરવાથી ઈનકાર કરી શકે છે. પરંતુ આગળ શુ થશે, તે સમય પર જાણ થશે.SSS