અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક વિવાદાસ્પદ ટિપ્પણી: સૂરજેવાલાને જામીન
અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી અલગ-અલગ ફરિયાદના કેસમાં આજે ઘીકાંટા Âસ્થત મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા આજે રૂબરૂ હાજર રહ્યા હતા.
અગાઉ કેસની સુનાવણી દરમ્યાન ગેરહાજર રહેવાના કારણે કોર્ટે તેમની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતુ, જેને પગલે આજે સૂરજેવાલાને કોર્ટ સમક્ષ હાજર રહેવાની ફરજ પડી હતી. કોર્ટે બાદમાં રણદીપ સૂરજેવાલાના રૂ.૧૫ હજારના બોન્ડ સાથેના જામીન મંજૂર કર્યા હતા. સૂરજેવાલા માટે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશી જામીનદાર બન્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા આજે મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ હાજર રહ્યા ત્યારે કોર્ટે તેમને આ કેસમાં તેમની વિરૂધ્ધનો ઉપરોકત બદનક્ષીનો ગુનો કબૂલ હોવા બાબતે પૃચ્છા કરી હતી. જેમાં સૂરજેવાલાએ ગુનો કબૂલ નહી હોવાનું જણાવ્યું હતું.
બાદમાં કોર્ટે સૂરજેવાલાની પ્લી રેકોર્ડ કરી હતી અને પ્રક્રિયા પૂર્ણ કરી હતી. બાદમાં સૂરજેવાલા તરફથી જામીનપાત્ર વોરંટ અનુસંધાનમાં જામીન મેળવવાની અરજી કરી હતી, જેમાં કોર્ટે તેમના રૂ.૧૫ હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. હવે આ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસમાં હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, નોટબંધી દરમ્યાન રણદીપ સૂરજેવાલા અને રાહુલ ગાંધી દ્વારા કરાયેલા કેટલાક વિવાદીત ટવીટ અને ટિપ્પણીઓને લઇ એડીસીના બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષીનો દાવો દાખલ કરાયો છે, |
જેમાં એડીસી બેંકના ચેરમેન તરફથી એડવોકેટ અજીતસિંહ જાડેજાએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નોટબંધી દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા દ્વારા પત્રકાર પરિષદ કરી અમિત શાહ અને એડીસી બેંક વિરૂધ્ધ નોટબંધી દરમ્યાન પાંચ જ દિવસમાં રૂ.૭૪૫ કરોડ બદલાયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.
બંને નેતાઓના આ પ્રકારના વિવાદીત નિવેદનોને લઇ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકની છબી ખરડાઇ છે અને વર્ષો જૂની તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. ખાસ કરીને થાપણદારો-ખાતેદારોના મનમાં એડીસી બેંકના મજબૂત વિશ્વાસને ધક્કો લાગ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના બેજવાબદાર અને પાયાવિહોણા નિવેદનો અને વાતોને લઇ એડીસી બેંકને ભારે નુકસાન થયુ હતું. આ સંજાગોમાં કોર્ટે કોંગ્રેસના બંને રાષ્ટ્રીય નેતાઓ વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરી બદનક્ષીની કાર્યવાહી કરવી જાઇએ અને અરજદારની દાદ મુજબ તેઓને યોગ્ય રાહત આપવી જાઇએ.