વિવાદાસ્પદ નિવેદનોને કારણે સ્વરા ભાસ્કરે કામ ગુમાવ્યું
ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ મારા વિશે જેમ તેમ બોલતા
સ્વરા ભાસ્કરનો અભિનય ‘તન્નુ વેડ્ઝ મન્નુ’, ‘રાંઝણા’, ‘અનારકલી ઓફ આરા’ જેવી ફિલ્મોમાં સ્વરા ભાસ્કરનો અભિનય વખણાયો હતો
મુંબઈ,સ્વરા ભાસ્કરનો અભિનય ‘તન્નુ વેડ્ઝ મન્નુ’, ‘રાંઝણા’, ‘અનારકલી ઓફ આરા’ જેવી ફિલ્મોમાં સ્વરા ભાસ્કરનો અભિનય વખણાયો હતો. દર્શકો અને વિવેચકો બધાં દ્વારા વખાણ થયા હોવા છતાં સ્વરા વધારે ફિલ્મોમાં જોવા મળી નથી. પોતાના શબ્દો પર અડગ રહેવા માટે જાણીતી સ્વરા કામ ન મળવાનો શ્રેય તેના નિખાલસ અને રાજકીય નિવેદનોને આપે છે. સ્વરાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, તેમાં તેણે આ અંગે કેટલીક નિખાલસ કબૂલાતો કરી હતી. સ્વરાએ કહ્યું, “મને લોકો એક વિવાદીત કલાકાર તરીકે ઓળખવા લાગ્યા છે. ડિરેક્ટર્સ, પ્રોડયુસર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ તમારા વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દે છે.
તમારી એક છાપ પડી જાય છે. એવું નથી કે મને તેની ચિંતા નથી, હું મારી જાતને તેનાથી પર રાખી શકું છું, પણ મને દુઃખ એ વાતનું છે કે મને જે સૌથી વધુ કરવું ગમે છે તે પણ મને નથી મળતું – એક્ટિંગ.” સ્વરાએ આગળ કહ્યું, “તમે કહી શકો, ‘હું યુદ્ધમાં ગોળી ખાઈ શકું છું’, તમને જયારે ગોળી વાગે ત્યારે પીડા તો થાય જ છે. આમ મારા મત અને વિચારોના પણ પરિણામો છે. મારી દિકરી રાબિયાનો જન્મ થય એ પહેલાં એક્ટિંગ એ મારો સૌથી મોટો અને પ્રેમ અને પેશન હતું. મને સતત અભિનય કરતાં રહેવામાં આનંદ આવતો હતો.
મારે ઘણા બધા રોલ અને ફિલ્મો કરવા હતા. મને હું ઇચ્છતી હતી એટલી તકો મળી નહીં. તમને બહુ કામ ન મળે તેનું આર્થિક અને ભાવનાત્મક બંને મૂલ્ય તમારે ચૂકવવું પડે છે. તેથી વારંવાર તમને બેચેની થઈ જાય છે.” સ્વરાએ કહ્યું કે તેના નિવેદનો અને વિચારો લોકો સાંભળે એ તેણે સભાનપણે લીધેલો નિર્ણય હતો. સ્વરા કહે છે, “હું પીડીત હોવાનો ડોળ કરવા માગતી નથી. મેં આ રસ્તો જાતે પસંદ કર્યાે છે. મેં નક્કી કરેલું કે હું બોલીશ અને વિવિધ મુદ્દાઓ પર મારા વિચારો ખુલીને રજૂ કરતી રહીશ.
હું ચૂપ રહી શકી હોત. ‘પદ્માવત’માં જોહરના દૃશ્ય સાથે અસહમતી દર્શાવીને એક ખુલ્લો પત્ર લખવાની મારે કોઈ જરૂર નહોતી.” સ્વરાએ કહ્યું, “તમે મને ઘણી ફરિયાદો કરી શકો છો. તમે મને પસંદ કે નાપસંદ કરી શકો છો. પરંતુ જે લોકો મને નફરત કરે છે એ પણ એવું ન કહી શકે કે હું જૂઠ્ઠી છું કે નકલી છું. તેઓ એવું ન કહી શકે કે હું જેવી નથી તે બતાવવાની કોશિશ કરું છું. મારા વિચારો લોકો સાથે વાત કરું તે મુજબ બદલતા રહેતા નથી. હું દરેક સાથે એક સરખી જ છું.
જો હું આ બધું ન કહેત તો હું અંદરથી મુંઝાઈ મુંઝાઈને મરી ગઈ હોત.” સ્વરાને પતિએ તેને બહુ ખુલ્લેઆમ નિવેદનો ન કરવા સલાહ આપી એ અંગે સ્વરાએ કહ્યું, “એ ફિલ્મ(જહાં ચાર યાર) બહુ ચાલી નહીં પણ મેં બહુ મહેનત કરેલી. કારણ કે એમાં મેં જે રોલ કરેલો એ વ્યક્તિ હકિકતમાં બિલકુલ મારા જેવી
નહોતી. એ બહુ શરણે થઈ જાય તેવી હતી. ફિલ્મના સ્ક્રિનિંગ પછી એ (હસબન્ડ – ફહાદ અહમાન) મારી પાસે આવ્યા અને મને કહ્યું, ‘તે ખરેખર બહુ મોટું બલિદાન આપ્યું છે, માનવું પડશે. તું એટલી સાચી કલાકાર છે, તારે વધુ કામ કરવું જોઈએ. હવે તું ચૂપ થઈ જા અને ફિલ્મો કર.’”ss1