વિવાદિત જમીન રામલલ્લાની : સુપ્રીમ કોર્ટ
વિવાદિત જમીન પર મંદિર બાંધવા માટે ટ્રસ્ટ રચવા કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની મુદત |
નવી દિલ્હી : દેશભરના નાગરિકોની આસ્થા સાથે જાડાયેલા રામજન્મ ભૂમિ વિવાદમાં છેલ્લા ૪૦ દિવસથી તમામ પક્ષકારો પોતાનો પક્ષ સુપ્રીમ કોર્ટમાં રજુ કરી રહયા હતા અને આ કામગીરી પૂર્ણ થઈ જતાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલી પાંચ જજાની બેંચે આજે સર્વ સંમતિથી ઐતિહાસિક ચુકાદો જાહેર કરી વિવાદિત જમીન રામલલ્લા ન્યાસને સોંપવાનો આદેશ કર્યો છે જયારે પક્ષકાર સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ કોઈપણ સ્થળે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશથી હવે અયોધ્યામાં વિવાદિત જમીન પર રામમંદિર બનશે. સુપ્રીમ કોર્ટે રામમંદિર બાંધવા માટે કેન્દ્ર સરકારને આ માટેના નિયમો બનાવવા ત્રણ મહિનાની અંદર જ ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજાએ સર્વ સંમતિથી આ ચુકાદો આપતા દેશભરમાં ચુકાદાને આવકાર મળી રહયો છે. આજે સવારથી જ તમામ લોકોની નજર સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પર હતી અને સવારે જ કોર્ટની કાર્યવાહી શરૂ થતાં જ ચીફ જસ્ટીસ ગોગોઈએ ચુકાદો સંંભળાવવાની શરૂઆત કરી હતી.
હવે રામ મંદિરનું નિર્માણ થશે : કેન્દ્ર સરકારે શરૂ કરેલી કાર્યવાહી |
અયોધ્યામાં વિવાદિત સ્થળ માટે છેલ્લા કેટલાય વર્ષોથી કાનૂની જંગ ખેલાયો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે પણ અગાઉ આ મુદ્દે ચુકાદો આપ્યો હતો પરંતુ સમગ્ર મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંર્ચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા અને આ સમગ્ર મુદ્દે મહત્વપૂર્ણ કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો અને તે મુજબ તમામ પક્ષકારોને ૪૦ દિવસનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં રામજન્મ ભૂમિ જમીનના વિવાદના મુદ્દે રોજે રોજ કાર્યવાહી શરૂ કરાવવામાં આવી હતી જેના પરિણામે ૪૦ દિવસ સુધી તમામ પક્ષકારોએ આ મુદ્દે સુપ્રીમમાં પોતાનો પક્ષ રાખ્યો હતો.
આ કાર્યવાહી પૂર્ણ થતાં જ સુપ્રીમ કોર્ટે રામમંદિરના મુદ્દે કોઈપણ સમયે ચુકાદો આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાનમાં ગઈકાલે સુપ્રીમ કોર્ટે આ વિવાદિત જમીનનો મુદ્દે એટલે કે આજે ચુકાદો આપવાનો નિર્ણય જાહેર કરતા જ દેશભરના લોકોની નજર સુપ્રીમ કોર્ટ પર મંડાઈ હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સુન્ની વકફ બોર્ડે વ્યકત કરેલો અસંતોષ : ચર્ચા બાદ
|
સુપ્રીમ કોર્ટમાં આજે આવનારા ચુકાદાના પગલે દેશભરમાં સુરક્ષાનો બંદોબસ્ત સઘન બનાવાયો હતો જયોર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય અગ્રણીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વીકારી દેશમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. આજે સવારે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી શરૂ થતાં જ સુપ્રીમ કોર્ટના રૂમનં.૧ માં ભારે ચહલપહલ જાવા મળતી હતી સવારે સૌ પ્રથમ પાંચેય જજાના ટેબલ પર તેમના ચુકાદાની કોપી મુકવામાં આવી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈ કોર્ટ રૂમમાં આવી પહોંચતા જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશએ સૌ પ્રથમ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ચુકાદો પાંચેય જજાની સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. જે એક ઐતિહાસિક બાબત છે. મુખ્ય ન્યાયમૂર્તિએ પાંચેય જજાનો ચુકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી અને એક પછી એક મુદ્દા પર તેમણે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતાં. સૌ પ્રથમ તેમણે આ મુદ્દે ત્રણ પક્ષકારોએ પોતાના દાવા રજુ કર્યા હતા. જેમાં સુન્ની વકફ બોર્ડ, રામલલ્લા ન્યાસ તથા નિર્મોહી અખાડાનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે આ અંગે મહત્વપૂર્ણ નિર્દેશ આપતા સ્પષ્ટતા કરી હતી કે આ સમગ્ર વિવાદિત જગ્યામાં બે જ પક્ષકારો છે અને તેમણે નિર્મોહી અખાડાનો સેવાપુજાનો દાવો ફગાવી દીધો હતો.
સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાનો સુપ્રીમનો આદેશ |
સુપ્રીમ કોર્ટની રૂમ નં.૧ માં ચુકાદાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને સમગ્ર રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો. અને મુખ્ય ન્યાયમૂર્તિએ ચુકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી જેમાં તેમણે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો હતો.
તેમણે સ્પષ્ટતા કર હતી કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશથી વિવાદિત જગ્યા પર પુરતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક પૌરાણિક મૂર્તિઓ મળી આવી હતી પુરાતત્વ વિભાગ દ્વારા કરાયેલા ખોદકામ દરમિયાન મળેલી પ્રાચીન વસ્તુઓને આધાર નહી માનવા માટે મુસ્લિમ પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી જયારે હિન્દુ પક્ષે તેને આધાર માનવાનો આગ્રહ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મસ્જિદ ની નીચેથી મળેલી વસ્તુઓને આધાર માનવામાં આવશે અને આ તમામ વસ્તુઓ હિન્દુ ધર્મને લગતી હતી.
પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ તેને આધાર માનવાની વાત જણાવી હતી પરંતુ સ્પષ્ટતા પણ કરી હતી કે પુરાતત્વ વિભાગ આ સ્થળ પર મંદિર તોડીને મસ્જિદ દ બનાવવામાં આવી છે તે સાબિત કરી શકયું નથી. પરંતુ જે વસ્તુઓ મળી આવી છે તે હિન્દુ ધર્મને લગતી છે બીજી બાજુ મુખ્ય જગ્યા રામજન્મ ભૂમિની છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી હતી કે અયોધ્યા જ રામ ભગવાનનું જન્મ સ્થળ છે.
આ ઉપરાંત વિવાદિત સ્થળે હિન્દુઓ પુજા કરતા અને હિન્દુઓએ આ અંગેનો કરેલો દાવો ખોટો નથી. મુખ્ય ગુંબજની નીચે ભગવાન રામનું જન્મ સ્થળ હતું તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. પુરાતત્વ વિભાગે રજુ કરેલા દાવા બાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી અયોધ્યામાં વિવાદિત સ્થળ પર બનાવવામાં આવેલી બાબરી મસ્જિદ એ ખાલી જગ્યા પર બનાવવામાં આવી ન હતી. જમીનના માલિકનો ચુકાદો આસ્થાને આધારે હોઈ શકે નહીં સુપ્રીમ કોર્ટે પક્ષકારોએ કરેલા કેટલાક દાવાઓ ફગાવી દીધા હતાં એટલું જ નહી પરંતુ વિવાદિત સ્થળ પર હિન્દુઓ ચબુતરાની પણ પુજા કરતા હતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અયોધ્યા રામની જન્મભૂમિ છે તેમાં કોઈ વિવાદ નથી.
મુખ્ય ન્યાયમૂર્તિ ચુકાદો સંભળાવતા જતા હતા તેમ તેમ દેશભરમાં ઉત્સાહનો માહોલ જાવા મળતો હતો અને સૌ પ્રથમ ત્રણ પક્ષના બદલે બે પક્ષના દાવાને માન્ય રાખવામાં આવ્યો હતો. બીજીબાજુ જમીનના અધિકારના દાવાઓ પણ પુરવાર કરવામાં પક્ષો નિષ્ફળ ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ આખરે આ સમગ્ર વિવાદમાં મુખ્ય મુદ્દા પર ચુકાદો સંભળાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત જમીન રામલલ્લા ન્યાસને સોંપવાનો આદેશ કરતા જ દેશભરમાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો હતો.
સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વિવાદિત જમીન પર મંદિર બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો બનાવવામાં આવે અને સૌ પ્રથમ આ જમીન પર મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ બનાવે સુપ્રીમ કોર્ટે આ અંગે પણ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકારે ત્રણ મહિનાની અંદર જ આ ટ્રસ્ટ બનાવવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લાની હોવાનું જણાવ્યા બાદ હવે આ જગ્યા પર રામમંદીર બનાવવાનો રસ્તો સ્પષ્ટ બની ગયો છે અને કેન્દ્ર સરકારને પણ જરૂરી આદેશો આપ્યા છે અને તે મુજબ કેન્દ્ર સરકારે સુપ્રીમના ચુકાદાના પગલે ત્વરિત કામગીરી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ તથા મંત્રી મંડળના સભ્યો તથા અન્ય પાર્ટીના આગેવાનોએ પણ આ ચુકાદાને આવકાર આપ્યો છે.
સુપ્રીમકોર્ટે સુન્ની વકફ બોર્ડના દાવાને પણ માન્ય રાખ્યો હતો અને આદેશ કર્યો હતો કે અયોધ્યામાં પણ વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવામાં આવે. અયોધ્યામાં વિવાદિત જમીનની જગ્યા ર.૭૭ એકર છે અને આ જમીન પર હવે રામ મંદિર બનશે.
જયારે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જ દેશભરમાં તેને આવકાર મળવા લાગ્યો હતો. જાકે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સુન્ની વકફ બોર્ડે અસંતોષ વ્યકત કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા બાદ ત્રણ મહિનાની અંદર કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવું પડશે જાકે આ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે સવારથી જ અયોધ્યામાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહી પરંતુ ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. બીજીબાજુ સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાની છે તે અંગે પણ ટુંક સમયમાં જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે તેવું મનાઈ રહયું છે.
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે દેશભરમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓની પોતાના નિવાસસ્થાને જ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં દેશભરમાં સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઉત્તર પ્રદેશ તથા સંવેદનશીલ રાજયોમાં વિશેષ તકેદારી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે તમામ રાજયોને ચુકાદાના પગલે એલર્ટ કરી દીધા હતા અને તમામ રાજયોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચુકાદાની ઉજવણી માટેના પણ કાર્યક્રમો યોજવામાં આવી રહયા
• ચીફ જસ્ટીસ રંજન ગેગોઈ, સહિત તમામ પાંચજન્મો ૯/૪પ કલાકે સુપ્રિમ કોર્ટમાં આવી પહોંચ્યા.
• શાંતિનો માહોલ
• દેશભરમાં કડક સુરક્ષા
• ચીફ જસ્ટીસ તથા પાંચ જજજાની સુરક્ષા વધારાઈ.
• સુપ્રિમકોર્ટના ચુકાદાનું રાજયમાં તે દેશનું સન્માન છે.
• ગુજરાતમાં પણ કડકડ સુરક્ષા વ્યવસ્થા
• ઉત્તરપ્રદેશમાં લખનૌમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો.
• ફોન-કેમેરાથી અયોધ્યયાના ખુણેખુણા પર નજર.
• શાંતિ અને સદ્ભાવના રાખવા વડાપ્રધાન મોદીની અપીલ.
• સંતો-મહંતો તથા નેતાઓને શાંતિ માટે અપીલ.
• સુપ્રિમકોર્ટની આસપાસ ૧૪૪મી કલમ.
• ધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, બેગ્લોર તથા યુ.પીમાં શાળા-કોલેજા બંધ રહેશે.
• સોશીયલ-મીડીયા પર સરકારની નજર.
• અલીગઢમાં ઈન્ટરનેટ સેવા બંધ.
• સોલીસીટર જનર તુષાર મહેતા સુપ્રિમકોર્ટમાં પહોંચ્યા.
• ઓધ્યયા જવા-આવવાના તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા.
• સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસ સહીત અન્ય ૪ જજોએ એસ.એમ. બોખડે અબ્દુલ નઝાર, અશોક ભુષણ તથા ડીવાય. ચંદ્રમુડની પેનલ ચુકાદો સંભાળશે.
• સવારથી જ ચુકાદો કેવો આવશે તે સાંભળવાની લોકો ટીવી તરફ નજર રાખી રહયા.
• દેશને દિશા દેખાડનાર ચુકાદાનું સન્માન કરીશું.
• ના હિન્દુ ના મુસલમાન આજે જીતશે હિન્દુસ્તાન.
• અયોધ્યયામાં અર્ધદળના ૪૦૦ સૈનિકો તૈનાત
• અયોધ્યયામાં સતત પેટ્રોલિંગ કરતા અયોધ્યયાના જવાનો.