Western Times News

Gujarati News

વિવિધ જ્ઞાતિઓની દીકરીઓના લગ્ન સમારોહનું આયોજન કરાયું

પાલનપુર,તા.૧૭-૪-૨૦૨૧ને રવિવારે પાલનપુરના ચડોતર ગામે વિશ્વ હિન્દુ પરિષદ અને સંકલ્ન ફાઉન્ડેશન દ્વારા મા-બાપ વિહોણી ૧૫ દીકરીઓના લગ્ન મહોત્સવ ઉજવાયો હતો. મા-બાપ વિહોણી ૧૫ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી લગ્નગ્રંથિથી જાેડાયા હતા.

આ લગ્નોત્સવમાં બનાસકાંઠા, મહેસાણા તેમજ પાટણ જિલ્લાની જુદી જુદી જ્ઞાતિની મા-બાપ વિહોણી ૧૫ દીકરીઓના લગ્ન કરાવવાનો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સંકલ્પ કર્યાે હતો તેના ફળસ્વરૂપે દાતાઓના દાનના સહયોગથી તથા સંકલ્પ ફાઉન્ડેશનની પૂરી ટીમની મહેનત તથા અજ્ઞાત સેવકોની સેવા થકી આ લગ્નોત્સવ સફળ બનાવ્યો હતો.

તમામ દીકરીઓને ૫ જાેડી કપડાં, પાનેતર, ચૂડો, સ્ટીલના વાસણો, પગરખાં, બ્લેન્ડર દાતાઓ તરફથી આપવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.