વિવેકનાં નિર્માણ હેઠળ હોરર થ્રિલર બનશેઃ વર્ષના અંતે શૂટિંગ શરૂ કરાશે
મુંબઈ, બોલીવૂડ સ્ટાર વિવેક ઓબેરોય સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ ગયો છે. સાઉથની કેટલીક ફિલ્મોમાં તે નેગેટિવ પાત્રો ભજવીને નામ મેળવી ચૂક્યો છે. હવે તે ફિલ્મ નિર્માણનું કામ પણ કરી રહ્યો છે. તેની ફિલ્મથી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી અભિનયની શરૂઆત કરવાની છે. વિવેક ઓબેરોયના મેગા એન્ટરટેઈન્ટમેન્ટ અને પ્રેરણા વી.અરોરા મળીને ફિલ્મ રોઝી- સેફરન ચેપ્ટર બનાવી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. ફિલ્મનું પોસ્ટર બહાર પડી ચુક્યું છે. જેમાં પલક અત્યંત ગ્લેમરસ લૂકમાં જાેવા મળી રહી છે. વિવેક ઓબેરોયએ પોસ્ટર પોસ્ટ કરીને લખ્યું છે કે આ છે અમારી મિસ્ટ્રી ગર્લ, અમને પલક તિવારીને રોઝીના રોલમાં લોન્ચ કરીને ખુશી થઈ રહી છે. હોરર થ્રિલર ફ્રેન્ચાઈઝી ગુરુગ્રામની સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ છે. જેનું નિર્દેશન વિશાલ મિશ્રા કરશે. પલકે પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટર મુક્યું છે અને પોતે ખૂબ જ આનંદિત હોવાનું લખ્યું છે.