વિશાલ ફેબ્રિક્સે શ્રી વિનય થડાણીને CEO તરીકે પ્રમોટ કર્યા
વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ (BSE: 538598) (NSE: VISHAL)એ શ્રી વિનય થડાણીને સીઇઓ તરીકે પ્રમોટ કરવાની જાહેરાત કરી હતી. તેઓ 19 મે, 2022થી આ પદ છોડનાર શ્રી બ્રિજમોહન ચિરિપાલનું સ્થાન લેશે. જોકે, શ્રી બ્રિજમોહન ચિરિપાલ કંપનીના બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી ચાલુ રાખશે.
શ્રી થડાણી વર્ષ 2017માં ચિરિપાલ ગ્રૂપ ઓફ કંપનીઝમાં જોડાયા હતા તથા વિશાલ ફેબ્રિક્સ લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કર્યું હતું. શ્રી વિનય થડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ફેલો મેમ્બર છે.
તેઓ કંપનીની નાણાકીય પ્રવૃત્તિઓના આયોજન, અમલીકરણ અને વ્યવસ્થાપન તથા વ્યવસાયની કાર્યદક્ષતા વધારવા માટે જવાબદાર હતા. લાંબાગાળાના લક્ષ્યોને હાંસલ કરવાની તેમની પ્રતિબદ્ધતા, સમસ્યાઓને પાર કરીને આગળ વધવાનો તેમનો જુસ્સો અને માનવીય અભિગમ શ્રી વિનય થડાણીની નિરંતર પ્રગતિ માટેના જવાબદાર પરિબળો છે.
આ અંગે મેનેજિંગ ડિરેક્ટર શ્રી બ્રિજમોહન ચિરિપાલે કહ્યું હતું કે, “અમને વિશાલ ફેબ્રિક્સના સીઇઓ તરીકે શ્રી વિનયને પ્રમોટ કરવાની ખુશી છે. ડેનિમ ઉદ્યોગ સેગમેન્ટમાં તેમનો બહોળો અનુભવ અને લાંબા ગાળાના જોડાણમાં તેમની કુશળતા અમૂલ્ય બની રહેશે.
કોર્પોરેટ બેંકિંગ, ફાઇનાન્સ, જોખમના વિશ્લેષણ અને કામગીરીની અન્ય શાખાઓમાં તેમની અસાધારણ ક્ષમતાઓ કંપનીની સમાન નાણાકીય અભિમુખતામાં સતત મદદરૂપ છે. તેમની અમારા વ્યવસાયની ઊંડી સમજણ અને અમારા બજારમાં પરિણામો લાવવાની તેમની અસરકારક ક્ષમતાને ધ્યાનમાં રાખીને અમે માનીએ છીએ કે તેઓ આ જવાબદારી લેવા આદર્શ લીડર રહેશે.”
આ નિમણૂક પર શ્રી વિનય થડાણીએ કહ્યું હતું કે, “મને આ નવો પડકાર સ્વીકારવાનો ગર્વ છે તથા હું અમારા ગ્રાહકો, પાર્ટનર્સ, કામદારો અને અન્ય હિતધારકોની વીએફએલ માટેની ઊંચી અપેક્ષાઓથી વધારે સારી કામગીરી કરવા કટિબદ્ધ છું. મને આટલી મોટી તક મળવા પર ગર્વ છે. શ્રી બ્રિજમોહન ચિરિપાલ અને વિશાલ ફેબ્રિક્સના બોર્ડ સાથે મારાં સતત જોડાણે મને આત્મવિશ્વાસ આપ્યો છે કે, વિશાલ ફેબ્રિક્સ મારા વ્યવસાયિક લક્ષ્યાંકો હાંસલ કરવા માટે લાંબા ગાળાની સાથીદાર છે.”