Western Times News

Gujarati News

વિશાળકાય Asteroid પૃથ્વીની નજીકથી પસાર થશે

Files Photo

નવી દિલ્હી: આપણી ધરતી બ્રહ્માંડનો એ સુંદર ગ્રહ છે જે જીવન માટે સૌથી અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. જાેકે જળવાયુ પરિવર્તન અને અંતરિક્ષમાં થતી ગતિવિધિઓના કારણે ધરતી પર ખતરો હંમેશા ઊભો થતો રહેતો હોય છે. ફરી એક વાર ૨૫૦ મીટરનો વિશાળ ઉલ્કાપિંડ ધરતી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ૧૪,૦૦૦ મીટર પ્રતિ કલાકની ઝડપે આ  ધરતી તરફ ધસી રહ્યો છે. મે મહિનામાં પણ લગભગ આટલા જ આકારનો એક વિશાળ ઉલ્કાપિંડ ૨૦૨૦ ડ્ઢસ્૪ ધરતીની ખૂબ નજીકથી પસાર થયો હતો. જાેકે, ત્યારે કોઈ નુકસાન નહોતું થયું.

ફરી એકવાર ૨૦૨૧ ય્સ્૪ નામનો આ ઉલ્કાપિંડ વૈજ્ઞાનિકોની ચિંતાનો વિષય બની ગયો છે. ૬.૨૯ કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડે ઉલ્કાપિંડ ધરતી તરફ આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો મુજબ, આ ઉલ્કાપિંડ ૧ જુલાઈએ રાત્રે લગભગ ૧૧ઃ૫૩ વાગ્યે ધરતીની કક્ષા સાથે ટકરાશે. નાસાએ ઉલ્કાપિંડને છॅર્ઙ્મર્ઙ્મની કેટેગરીમાં મૂક્યો છે, કારણ કે તે વર્ષ ૧૮૬૨ના ઉલ્કાપિંડ જેવો જ છે.

મે ૨૦૨૦માં ૨૦૨૦  નામના ઉલ્કાપિંડે પણ ધરતીની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ધરતીને પાંચ મોટા ઉલ્કાપિંડોના ટકરાવવાનો ખતરો છે, જેમાંથી આ ત્રીજાે વિશાળકાય ઉલ્કાપિંડ છે. તેનો આકાર એટલો મોટો છે કે તમે તેની તુલના લંડન આઇ કે પછી બુર્જ ખલીફા ટાવર સાથે પણ કરી શકો છો. હાલ અંતરિક્ષ વિજ્ઞાની લગભગ ૨૦૦૦ ઉલ્કાપિંડોનું અધ્યયન કરી રહ્યા છે,

જે ધરતી માટે ખતરારૂપ હોઈ શકે છે. આમ તો, ધરતીની નજીકથી પસાર થનારા ઉલ્કાપિંડોની સંખ્યા અનેકગણી છે. આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહેતી હોય છે. ખતરો ત્યારે ઊભો થાય છે જ્યારે ખડક જેવા ઉલ્કાપિંફડ ઘણા વિશાળ હોય. એવામાં તે જાે ધરતી સાથે ટકરાય તો તેનાથી વેરાતો વિનાશ ખૂબ ભયંકર હોઈ શકે છે.  આ ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં લગભગ ૨૨ ધરતી માટે ખતરનાક માનવામાં આવી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.