Western Times News

Gujarati News

વિશ્વનાં સૌથી તવંગર જેફ બેઝોસની ખુરસી જોખમમાં

ન્યુયોર્ક, દુનિયાનાં સૌથી મોટા અમિર એમેઝોનનાં સીઇઓ જેફ બેઝોસની ખુરસી ખતરામાં છે, ટેસ્લાનાં સીઇઓ એલન મસ્ક જે ઝડપથી આગળ વધી રહ્યા છે, દુનિયાનાં સૌથી મુલ્યવાન ઓટો કંપની ટેસ્લાનાં શેરોમાં તેજી જોવા મળતા એલન મસ્કની સંપત્તી ઝડપથી વધી રહી છે, SpaceX અને Teslaનાં સ્થાપકની નેટવર્થ 6 જાન્યુઆરીનાં દિવસે 184.5 અબજ ડોલરે પહોંચી ગઇ હતી.

મસ્કની નેટવર્થ હવે બેઝોસથી માત્ર 3 અબજ ડોલર જ ઓછી છે, આ ઇન્ડેક્સ નેટવર્થનાં આધારે તવંગરોનું રેંકિંગ આપવામાં આવે છે, આ રેન્કિંગ અમીરોની પાસે રહેલી એસેટ્સની વેલ્યુનાં આધારે આપવામાં આવે છે, બેઝોસ ઓક્ટોબર 2017થી દુનિયાનાં સૌથી અમિર વ્યક્તિની ખુરશી પર છે,  અમે હાલની તેમની નેટવર્ક 187 અબજ ડોલર છે.

મસ્ક નવેમ્બર 2020માં માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સને પછાડીને દુનિયાનાં બીજા સૌથી મોટા અમિર વ્યક્તિ બન્યા હતા, કોરોના વાયરસનાં કારણે આર્થિક મંદી છતાં 12 મહિનામાં મસ્કની નેટવર્થ 150 અબજ ડોલર વધી છે, તેનું કારણ એ છે ટેસ્લાનાં શેરોમાં અભુતપુર્વ તેજી આવી છે, સતત પ્રોફિટ અને પ્રતિષ્ઠિત એસએન્ડપી 500 ઇન્ડ઼ેક્સમાં સામેલ થયાનાં પહેલા વર્ષમાં કંપનીનો શેર 743 ટકા વધ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.