Western Times News

Gujarati News

વિશ્વના અનેક દેશોમાં કોરોના ઉથલો માર્યોઃ રશિયામાં ૨૪ કલાકમાં ૪૦ હજાર કેસ

Files Photo

નવીદિલ્હી, તહેવારોની સીઝન હવે શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં શરૂઆતની સરખામણીએ પરિસ્થિતિ ઘણી કાબુમાં છે. પરંતુ નજીકનાં તહેવારોને લઇને દુનિયાભરનાં લોકો બેદરકાર જાેવા મળી રહ્યા છે. જેના કારણે હવે વિશ્વનાં અનેક દેશોમાં કોરોનાનો ઉથલો માર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યુ છે.

કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને ૨૪.૫૪ કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીથી મૃત્યુઆંક વધીને ૪૯.૭ લાખ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ ૬.૯૪ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

શુક્રવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગએ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીની કુલ સંખ્યા અનુક્રમે ૨૪૫,૪૯૩,૪૪૪, ૪,૯૭૯,૯૪૦ અને ૬,૯૪૭, ૮૮૩,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો રશિયા અને યુકેમાં ૪૦-૪૦ હજાર કેસ, જર્મની અને રશિયાનાં પડોશી દેશ યુક્રેનમાં ૨૬-૨૬ હજાર કેસ અને તુર્કીમાં ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયુ છે. વળી રશિયામાં આ છેલ્લા ૨૪ કલાકમાં સર્વાધિક ૧,૧૫૯ દર્દીઓનાં મોત થયા છે.

સીએસએસઇ અનુસાર, અમેરિકા ૪૫,૮૨૫,૯૮૩ કેસ અને ૭૪૩,૩૫૮ મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત ૩૪,૨૩૧,૮૦૯ કેસ સાથે સંક્રમણાં મામલામાં બીજા ક્રમે છે.

૩૦ લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (૨૧,૭૮૧,૪૩૬), યુકે (૮,૯૭૮,૪૪૩),રશિયા (૮,૨૬૦,૦૪૫),તુર્કી (૭,૯૬૧,૫૦૫),ફ્રાન્સ (૭,૨૪૮,૨૮૫),ઈરાન (૫,૮૯૯,૫૦૯), આજેર્ન્ટિના (૫,૭૮,૫૮૦),સ્પેન (૫,૭૮૦,૮૦),કોલંબિયા (૪,૯૯૭,૪૪૪),ઇટાલી (૪,૭૫૭,૨૩૧),જર્મની (૪,૫૫૩,૭૪૪),ઇન્ડોનેશિયા (૪,૨૪૨,૫૩૨) અને મેક્સિકો (૩,૭૯૩,૭૮૩) નો સમાવેશ થાય છે.

જે દેશોમાં આ મહામારીનાં કારણે ૧ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, તેમાં બ્રાઝિલ (૬૦૭,૦૬૮),ભારત (૪૫૬,૩૮૬),મેક્સિકો (૨૮૭,૨૭૪),રશિયા (૨૩૦,૭૮૬),પેરુ (૨૦૦,૧૪૯),ઇન્ડોનેશિયા (૧૪૩,૩૩૩),યુકે (૧૪૦,૮૨૮),(૧૩૨,૦૦૪), કોલંબિયા (૧૨૭,૧૯૫), ઈરાન (૧૨૫,૮૭૫) ફ્રાન્સ (૧૧૮,૫૬૧) અને આજેર્ન્ટિના (૧૧૫,૯૧૬) છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.