Western Times News

Gujarati News

વિશ્વના ટોપ ૨૦ અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી

નવીદિલ્હી: વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે ૬ એપ્રિલના રોજ તેમની સંપત્તિમાં ૪.૯ અબજ ડોલર (આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો છે અને આ સાથે જ વિશ્વના બિલિયોનેરની યાદીમાં તેઓ પહેલીવાર ૨૦મા ક્રમે પહોંચ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે ૬૧.૪ અબજ ડોલર (અંદાજે રૂ. ૪.૫ લાખ કરોડ) પર પહોંચી છે.
ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ ૨૦૨૦ મુજબ, ગૌતમ અદાણી ૮.૯ અબજ ડોલર (અંદાજે રૂ. ૬૫,૩૦૦ કરોડ)ની સંપત્તિ સાથે વિશ્વના અમીરોમાં ૧૫૫મા ક્રમે હતા. આ રીતે જાેઈએ તો ૨૦૨૦ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે ૮ ગણી વધી છે.

એક સમયે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અમીરોની યાદીમાં ૫મા ક્રમે પહોંચી ગયા હતા, જાેકે ૨૦૨૧ની શરૂઆતથી તેમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ, આજે ૬ એપ્રિલે મુકેશ અંબાણીની નેટવર્થ ૧.૮ અબજ ડોલર (આશરે ૧૩,૨૦૦ કરોડ) ઘટીને ૭૬.૪ અબજ ડોલર (અંદાજે રૂ. ૫.૬૦ લાખ કરોડ) થઈ છે.

આ યાદીમાં અંબાણી નીચે ઊતરીને ૧૨મા ક્રમે પહોંચ્યા છે.મુકેશ અંબાણી અંબાણી આજે પણ ભારતના સૌથી આમિર વ્યક્તિ છે. ૨૦૨૦ મુજબ, આ બંનેની સંપત્તિ વચ્ચેનો તફાવત રૂ. ૨ લાખ કરોડ જેટલો હતો, જ્યારે આ તફાવત અત્યારે ઘટીને રૂ. ૧.૧૦ લાખ કરોડ થયો છે. અગાઉ જાણકારોએ એવું અનુમાન કર્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક સ્ટાર પર આવી શકે છે.

સ્ટોક માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, ગૌતમ અદાણીના ગ્રુપની કંપનીઓમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ૧૮૨થી ૭૨૮% સુધીનો ઉછાળો જાેવા મળ્યો છે. આ તેજીનો લાભ ગૌતમ અદાણીને થયો છે અને તેની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ ૨૦૧૯માં શરૂ થઈ, ત્યાર બાદ ગૌતમ અદાણીનો ગ્રોથ ઘણો ઝડપી બન્યો છે. ૨૦૧૯-૨૦૨૧ વચ્ચેના ગાળામાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ૧૪૭.૭૨%નો વધારો થયો છે. એની સામે મુકેશ અંબાણીની સંપત્તિ ૫૯.૧૫% જેટલી જ વધી છે.

ભાજપ સત્તા પર આવી ત્યારથી એટલે કે ૨૦૧૪થી ગણીએ તો વીતેલાં ૮ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ ૨૬૭% અને ગૌતમ અદાણીની સંપત્તિ ૪૩૨% વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રુપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને એમાં પણ રિન્યુએબલ કંપની અદાણી ગ્રીનનો મહત્ત્વનો ફાળો છે. સરકારની પોલિસીઓ અદાણી ગ્રુપ માટે ઘણી જ ફેવરેબલ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.