વિશ્વના દેશોથી દરરોજ ૩૦૦ પાકિસ્તાનીઓને પાછા મોકલાય છે
ઇસ્લામાબાદ: ગત છ વર્ષોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ,નકલી દસ્તાવેજાે અને વર્કપરમિટ પુરી થવા છતાં રહેવાને કારણે દુનિયાભરના દેશોથી છ લાખથી વધુ પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા છે સુત્રોના જણાવ્યા અનુસાર ૨૦૧૫થી અત્યાર સુધી દરરોજ સરેરેશ ૨૮૩ પાકિસ્તાનીઓને તેમના દેશ પાછા મોકલવામાં આવે છે.ગત છ વર્ષોમાં ૬,૧૮,૮૭૭ લોકોને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે.
ફેડરલ ઇન્વેસ્ટિગેશને કહ્યું કે વિદેશોમાં પાકિસ્તાની મિશનો તરફથી તેમને યોગ્ય મદદ આપવામાં આવી નહીં જેને કારણે હાલના દિવસોમાં ડિપોર્ટ પાકિસ્તાનીઓની સંખ્યામાં તેજી આવી છે પાછા મોકલવામાં આવેલ ૭૨ ટકાથી વધુ સાઉદી આરબ, ઓમામ સંયુકત અરબ અમીરાત કતર બહરીન ઇરાન અને તુર્કીથી છે.તેમાંથી કુલ ૫૨ ટકા તો ફકત સાઉદી અરબથી જ પાછા મોકલવામાં આવ્યા છે.
સાઉદી અરબે ગત છ વર્ષોમાં ૩૨૧,૫૯૦ પાકિસ્તાની નાગરિકોને બહારનો માર્ગ બતાવ્યો છે એટલે કે ૧૪૭ લોકો દરરોજ પરત ફર્યા છે. આ આંકડો કુલ નિર્વાસનના ૫૦ ટકા જેટલો થાય છે.