વિશ્વના સાત અજાયબીઓમાં સુમાર તાજમહેલની સુરક્ષા હવેથી કમાન્ડો કરશે
લખનૌ: વિશ્વના સાત અજાયબીમાં સ્થાન પામનાર અને પ્રેમના પ્રતીક એવા આગ્રાના તાજમહેલની સુરક્ષા હવેથી કમાન્ડો કરશે. તાજમહેલની સુરક્ષા સઘન કરવામાં આવશે. જેના ભાગરૂપે પોલીસકર્મીઓને આ અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે.
તાજમહેલને વધુ સુરક્ષા પૂરી પાડવા માટે એડીજીએ ઉચ્ચ અધિકારીઓ સાથે તાજમહેલનું નિરીક્ષણ કરી સુરક્ષા સમીક્ષા બેઠક કરી. આ ઉપરાંત તાજમહેલની આસપાસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
જેના લીધે એન્ટિ ડ્રોન ડિવાઈસ ઉપકરણ ફીટ કરવામાં આવશે. આની ખરીદી માટે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે. આ ઉપકરણ લગાવાથી સુરક્ષાકર્મીઓ ડ્રોન ઉડતા રોકી શકશે. આ સિવાય ડ્રોન નહિ ઉડાડવા અંગે જુદા-જુદા સ્થળો પર બોર્ડ લગાવવામાં આવશે. હોટલો અને જાહેર સ્થળો પર પર્યટકોને સમજાવવામાં આવશે. તાજમહેલની સુરક્ષા માટે તૈનાત રહેનારા કમાન્ડોની વિશેષ ટ્રેનિંગ લખનઉમાં થશે.