વિશ્વના સૌથી મોટા ક્રુઝ શિપમાં ૪૮ મુસાફરો કોરોનાથી સંક્રમિત

નવીદિલ્હી, વિશ્વના સૌથી મોટા ક્રુઝ શિપ રોયલ કેરિબિયનના સિમ્ફની ઓફ ધ સીઝમાં કોરોનાને લઈને કડક પગલાં લેવાયા હોવા છતાં પણ ૪૮ લોકો કોરોનાથી સંક્રમિત જાેવા મળ્યા છે. જહાજમાં ૬,૦૦૦ થી વધુ મુસાફરો સવાર હતા અને આ સપ્તાહના અંતે મિયામીમાં ડોક કરવામાં આવ્યું હતું. તેના ઓપરેટર રોયલ કેરિબિયને સીએનએને જણાવ્યું કે કડક માર્ગદર્શિકા હોવા છતાં કોરોના સંક્રમણ ફાટી નીકળ્યો.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મુસાફરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાદમાં તેના સંપર્કમાં આવેલા અન્ય મુસાફરોની તપાસ કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૪૮ લોકો સંક્રમિત જણાયા હતા.
એક નિવેદનમાં, રોયલ કેરિબિયનએ જણાવ્યું હતું કે પ્રવાસ દરમિયાન એક મુસાફરનો પોઝિટિવ આવ્યા પછી, તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી હતી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જહાજમાં સવાર ૯૫ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું હતું.
ટેસ્ટમાં પોઝિટિવ કેસ નોંધાયેલા લોકોમાંથી ૯૮ ટકા લોકોએ સંપૂર્ણ રસી લગાવી દીધી હતી.અહેવાલમાં જણાવ્યા અનુસાર જહાજ પર સવાર કેસોની કુલ સંખ્યા વસ્તીના ૦.૭૮ ટકા હતી. જાે કે, અત્યારે એ જાણી શકાયું નથી કે મુસાફરો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે અન્ય કોઈ વેરિયન્ટથી.
નવા કેસ મળ્યા પછી, તમામ મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને સુરક્ષાના પગલાં કડક કરવામાં આવ્યા છે. રોયલ કેરિબિયને જણાવ્યું હતું કે, પોઝિટિવ આવનાર તમામ લોકોમાં હળવા લક્ષણો હતા અને અમે તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખીએ છીએ.HS