વિશ્વના 100 દેશોમાં વેપાર સાથે સંકળાયેલી અપાર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સેમિનારનું આયોજન
દમણ: દમણ માં બુધવાર ના રોજ હોટેલ રોયલ ગાર્ડન ખાતે અપાર ઓઇલ ડિવિજન અને ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ વાપી ચેપ્ટરનો પી એચ એન્ટરપ્રાઇસિસ ના સહયોગથી એક સેમિનાર યોજાયો હતો જેમાં કંપની ના સિનિયર જનરલ મેનેજર સેલ્સ અને માર્કેટિંગ મુંબઈ સત્યેન્દ્ર દેબ દાસ અને ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ વાપી ચેપ્ટર તરફ થી એચ આર મોહંતી, કે ડી પટેલ, તેજસ ગજ્જર, હિમાંશુ મિશ્રા, નીતિન ચૌહાણ, સંદીપ ગંજુ, જીગ્નેશ રાવલ સમેત અન્ય લોકો હાજર રહ્યા હતા
કાર્યક્રમ ની શરૂઆત મુખ્ય મહેમાનો ના સ્વાગત થી કરવા માં આવી હતી ત્યાર પછી ઇન્ડિયન પ્લાસ્ટિકસ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન એચ આર મોહંતી દ્વારા આઇ પી આઈ ની વિસ્તૃત જાણકારી આપી હતી ત્યાર પછી અપાર ઓઇલ ના જી એમ સત્યેન્દ્ર દાસ દ્વારા અપાર ઓઇલ દ્વારા નિર્મિત વિભિન્ન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ અને તેમનો ઉદ્યોગો માં ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા સાથે જ અપાર ઓઇલ કંપની ની પ્રોફાઈલ સારાંશ અને સરકારી સર્ટિફિકેશન ની પણ માહિતી આપી હતી
અંત માં અપાર ઓઇલ ના સંદીપભાઈ ગંજુ દ્વારા અપાર ઓઇલ ના વિભિન્ન ઉત્પાદ ના ટેકનિકલ માહિતી પણ પૂરી આપી હતી આ કાર્યક્રમ માં વાપી દમણ સેલવાસ ના મોટા અને નાના પ્લાસ્ટિક અને વિભિન્ન ઉદ્યોગો માં થી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં સેલો ગ્રુપ દમણ, આરતી ઇન્ડસ્ટ્રીઝ વાપી, સુપ્રીમ નોનવોવ ન, એંકર પેનાસોનિક, ટોક્યો પ્લાસ્ટ, ફ્લેર પેન,પ્રિન્સ વેર પ્લાસ્ટિક દમણ થી આવી કાર્યક્રમ માં હાજરી આપી હતી કાર્યક્રમ ના અંત માં પ્રીતિ ભોજ નો પણ આયોજન કરવા માં આવ્યું હતું