વિશ્વની બેસ્ટ રેન્કિંગમાં IIT ગાંધીનગર દેશમાં સાતમા સ્થાને
દુનિયાભરમાં પ૦૧-૬૦૦ બેન્ડમાં પહેલીવાર આઈઆઈટી ગાંધીનગરનો પ્રવેશ
ગાંધીનગર, ગાંધીનગર સ્થિત આઈઆઈટીને (IIT Gandhinagar) વિશ્વની બેસ્ટ રેન્કીગ મળી છે. ર૦ર૦ ની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંસ્થા દેશમાં સાતમા નંબરની બેસ્ટ શૈક્ષણીકસંસથા બની છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદે આ સંસ્થાની મુલાકાતે લઈને વિધાર્થીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. આ વર્ષે વર્લ્ડયુનિવર્સિટી રેન્કીગમાં દુનિયાભરની સંસ્થાઓને પસંદ કરવામાં આવી હતી. આ રેન્કીગ માટે ૯ર દેશોની ૧૩૯૬ જેટલી સંસ્થાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કીગ શિક્ષણ, સંશોધન, નોલેજ મેળવવાની પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટીકોણ જેવા ૧૩ પ્રકારના વિવિધ પ્રદર્શનના આધારે ફાળવવામાં આવે છે.
ગુજરાતમાં છેલ્લા ૧૧ વર્ષથી આઈઆઈટી ચાલી રહી છે. આ સંસ્થા પહેલાં ચાંદખેડામાં Chandkheda હતી અને તેને પાલજ Palaj પાસે તેના સ્વતંત્ર પરીસરમાં તબદીલ કરી દેવામાં આવી છે. આ વર્ષે દુનિયાભરમાં પ૦૧-૬૦૦ બેન્ડમાં પહેલીવાર આઈઆઈટીગાંધીનગરે IIT Gandhinagar વૈશ્વીક રેન્કીગમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે વર્લ્ડ રેન્કીગમાં ભારતની કુલ પ૬ સંસ્થાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગયા વર્ષે ૪૯ સંસ્થાઓ હતી. આઈઆઈટી ગાંધીનગરના નિર્દેશક પ્રોફેસર સુધીર જૈન Professor Sudhir Jain કહે છે. આઈઆઈટી ગાંધીનગરે તેની સ્થાપના પછી એક વૈશ્વીક સંસ્થાના સ્વરૂપમાં કામ શરૂ કર્યું છે. આજે તેને વૈશ્વીક રેન્કીગમાં સમાવવામાં આવી છે. તે અમારા માટે ગૌરવની બાબત છે. આ સંસ્થાએ દૂરંદેશી અપનાવી વૈશ્વીક ધોરણે અભ્યાસ પસંદ કર્યો છે.
તેમણે કહ્યું હતું કે આઈઆઈટી ગાંધીનગર તમારા માટે ગૌરવરૂપ સંસ્થા છે. નવી વૈશ્વીક રેન્કીગથી આ સંસ્થાનું સન્માન વધી રહયું છે. તે તેના હાલના વિધાર્થીઓ પૂર્વે વિધાર્થીઓ તેમજ શૈક્ષણીક સ્ટાફને આભારી છે. અમે આવનારા દિવસોમાં આ સંસ્થાને વધુ ઉંચાઈએ લઈ જવા માટે કટીબદ્ધ છીએ.વિધાર્થીઓને સંશોધનાત્મક પ્રવૃત્તિને અમે આગળ વધારવા માગીએ છીએ. નવા સંશોધનોમાં પણ આઈઆઈટી મહત્વનું યોગદાન આપશે.