વિશ્વની સૌથી વધુ મુલ્યવાન અને મજબૂત બ્રાન્ડસ પૈકીની એકમાં ઈન્ડિયન ઓઈલનો સમાવેશ
અમદાવાદ વર્ષ 2020 માટે વિશ્વની સૌથી વધુ મુલ્યવાન અને મજબૂત બ્રાન્ડસનાં વૈશ્વિક 500ની યાદીમાં ઈન્ડિયન ઓઈલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વની ટોચની સ્વતંત્ર બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાયનાન્સ દ્વારા દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં આ યાદી રજૂ કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત યાદીમાં ભારતની માત્ર 11 બ્રાન્ડ છે અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમા ઈન્ડિયન ઓઈલ એક માત્ર ભારતીય બ્રાન્ડ છે. ઈન્ડિયન ઓઈલને 415મું સ્થાન આપવામાં આવ્યું હતું.
ઓઈલ અન્ડ ગેસ સેક્ટરમાં ઈન્ડિયન ઓઈલે 11 નંબર આગળ કુદાવીને વિશ્વની ટોચની 50 સૌથી વધુ મુલ્યવાન ઓઈલ એન્ડ ગેસ બ્રાન્ડસની યાદીમાં 23મું સ્થાન મેળવ્યું છે. બ્રાન્ડસનો બ્રાન્ડ ફાયનાન્સ સર્વે 29 દેશોમાં મુખ્ય 10 સેક્ટરોને આવરી લેવામાં આવે તેવી રીતે હાથ ધરવામાં આવ્યો હતો. બ્રાન્ડની મજબૂતાઈ તેનાં ચુસ્ત ધારાધોરણો અનુસાર નક્કી કરવામાં આવે છે. બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ મુખ્યત્વે ત્રણ પરિબળોનો બનેલો છે. તેમાં માર્કેટીંગ ઈન્વેસ્ટમેન્ટ, સ્ટેકહોલ્ડર અને તેની બિઝનેસ પરફોર્મન્સ પર અસરનો સમાવેશ થાય છે.