વિશ્વની સૌથી સુંદર ૫૨ વર્ષના દાદી ગુજરાતના સુરતના નીરુ રસ્તોગી છે
સુરત, શહેરની ૫૨ વર્ષની રસ્તોગીએ અમેરિકા ફિલિપાઇન્સ જેવા ૩૮ દેશોની દાદીઓને માત આપી ‘ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સ’નો ખિતાબ જીત્યો છે. બે દીકરીઓની માતા અને એક પૌત્રીની નાની નિરુએ ૨૨ મહિનામાં સૌંદર્ય સ્પર્ધાની રાજ્યથી અંતરરાષ્ટ્રીય સફર ખેડી છે. ૨૧ જાન્યુઆરીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલા સોફિયા શહેરમાં યુનિવર્સ કાઉનિંગ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં એકથી એક ખૂબસૂરત દાદીઓએ ભાગ લીધો હતો, પરંતુ તમામને પાછળ છોડી નીરુએ બાજી મારી હતી.
નીરુ માટે આ ઉપલબ્ધિ સરળ નહોતી એમની પાંચ સર્જરી થઈ હતી.
એક વર્ષ માટે મને ડોક્ટરે કોઈપણ કામ કરવાની ના પાડી હતી. સાથે સાથે ડોક્ટરે ડાન્સથી લઈ કંઈપણ વર્કઆઉટ કરવાની ના પાડી હતી. તેમ છતાં જીમ, એરોબિક્સ અને ડાન્સ ત્રણેય વસ્તુઓ બેડ રેસ્ટ પછી શરૂ કરી હતી. સુગર અને થાઈરોઈડ સાથે પણ ૫૯ કિલો વજન મેઈન્ટેઈન રાખ્યુ હતુ.
નીરુએ જણાવ્યું હતુ કે, આ સ્પર્ધામાં નેશનલ કોસ્ટયુમ, ટેલેન્ટ અને ગાઉન એમ ત્રણ રાઉન્ડ યોજાયા હતા. જેમાં નીરુ રસ્તોગીએ નેશનલ કોસ્ચ્યુમમાં ભારતમાતાની વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે ટેલેન્ટ રાઉન્ડમાં ગણેશ વંદના કરી સ્પર્ધામાં હાજર હજારો દર્શકોના દિલ જીતી લીધા હતા. નીરુનું ટેલેન્ટ જોઈ લોકો તાળીઓ વગાડતા રહ્યા હતા. પોતાની સુંદરતા અને ટેલેન્ટના કારણે તેઓ ત્યાં હાજર દર્શકોના દિલ જીતી લીધા હતા. અને ગ્રાન્ડમાં ગ્લોબલ યુનિવર્સ ૨૦૨૦નો ખિતાબ જીત્યો હતો.
અગાઉ તેઓ માર્ચ ૨૦૧૮માં યોજાયેલી ગેલેક્સી ક્વીન ગુજરાત ૨૦૧૮ સ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ થવાની સાથે જ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની સફર શરૂ કરી હતી. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૦માં યોજાયેલી મીસીસ ક્લાસિક ગેલેક્સી ઇન્ડિયા ૨૦૧૯માં વિજેતા થઇ હતી. યુરોપમાં આ સ્પર્ધાના સમયે ૬થી ૭ ડિગ્રી જેટલું નીચું તાપમાન હતું. પરંતુ તેમણે આટલા નીચા તાપમાનમાં પણ આ ઉંમરે પોતાની ટેલેન્ટ લોકોને બતાવી લોકોના દિલ મોહી લીધા હતા.આ ઉંમરે પણ એમની દેશભક્તિ આંખે ઉડીને વળગે એવી હતી. તેઓ દેશનું નામ રોશન કરવા માટે હંમેશા પોતાની સાથે રાષ્ટ્રધ્વજ રાખતા હતા. તેઓનું કહેવુ છે કે, આ જિંદગી ફરીથી મળશે નહીં જેથી તેને જીવ ભરીને જીવી લેવી જોઈએ.