વિશ્વભરનાં દેશોમાં ફરી એકવાર ઓમિક્રોને હાહાકાર મચાવ્યો
નવીદિલ્હી, વિશ્વભરનાં દેશોમાં ફરી એકવાર કોરોના મહામારીએ હાહાકાર મચાવવાનું શરૂ કર્યુ છે. જેમા કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બ્રિટન, ફ્રાન્સ, ઈટાલીમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. જાે કે રાહતની વાત એ છે કે આના કારણે મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે.
ફ્રેન્ચ શહેર મર્સની હોસ્પિટલમાં સઘન સંભાળ એકમનાં વડા ડૉ. જુલિયન કાર્વેલીએ જણાવ્યું કે, અહીં દાખલ થયેલા મોટાભાગનાં દર્દીઓ એવા છે જેમને કોરોના સામે રસી આપવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયામાં પણ કોવિડ-૧૯ નાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યોએ માસ્ક અને અન્ય પગલા ફરજિયાત બનાવવા પડ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જાે કે, ઓમિક્રોનનાં કેસોની સંખ્યામાં વધારો થતા, પ્રતિબંધો ચિંતા સાથે વધારવામાં આવ્યા છે. દિલ્હી, યુપી અને કર્ણાટકનાં કેટલાક વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. વળી, ઘણા રાજ્યોએ કડકતા વધારી દીધી છે. જાે કે, ભારતમાં કોરોનાનાં દૈનિક કેસોમાં કોઈ મોટો ઉછાળો આવ્યો નથી અને તે સતત ૬ થી ૭ હજાર કેસોની વચ્ચે રહ્યો છે.
ફ્રાન્સમાં કોરોના સંક્રમણનાં ૧,૦૪,૬૧૧ નવા કેસ નોંધાયા છે. જે મહામારીની શરૂઆત પછી એક દિવસમાં સંક્રમણનો સૌથી વધુ આંકડો છે. અગાઉ, શુક્રવારે દેશમાં દૈનિક સંક્રમણનાં કેસ ૯૪,૧૦૦ થી વધુ નોંધાયા હતા. જાે કે, આ સમયગાળા દરમ્યાન સંક્રમણને કારણે મૃત્યુ ખૂબ ઓછા છે, જે રાહતની વાત છે. શનિવારે માત્ર ૮૪ લોકોનાં જ કોરોનાથી મોત થયા હતા. દેશની ૭૬% થી વધુ વસ્તીનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે.
આરોગ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે, ફ્રાન્સમાં વર્ષનાં અંત સુધીમાં કોરોના મહામારીનાં નવા સ્વરૂપમાં ઓમિક્રોનનો દબદબો જાેવા મળી શકે છે. જાે કે, અત્યાર સુધી પ્રતિબંધો કડક કરવાની કોઈ યોજના નથી. વળી, સરકારે પુખ્ત વયનાં લોકોને બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. તે જણાવે છે કે જે લોકોએ બન્ને રસી લીધી છે તેઓ ત્રણ મહિના પછી બૂસ્ટર ડોઝ લઈ શકશે. ફ્રાન્સમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૧.૨૨ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટની અસર ઈટાલીમાં પણ જાેવા મળી રહી છે. જેના કારણે સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણનાં ૫૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ઈટાલીનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, શનિવારે ૫૪,૭૬૨ નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસ પહેલા ૫૦,૫૯૯ કેસ સામે આવ્યા હતા.
આ દરમ્યાન સંક્રમણને કારણે ૧૪૪ લોકોનાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે કુલ કોરોના કેસમાંથી ત્રીજા ભાગ (૨૮%) માટે ઓમિક્રોનને જવાબદાર ઠેરવ્યું છે. વધતા જતા કેસોને જાેતા સરકારે માસ્ક ફરજિયાત બનાવ્યા છે. ઉપરાંત, કોવિડ પાસની માન્યતા નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરવામાં આવી છે. અહીં પણ ૭૪ ટકાથી વધુ લોકોને રસીનાં બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. વળી, કોરોનાનાં કારણે અત્યાર સુધીમાં ૧.૩૬ લોકોનાં મોત થયા છે.
અમેરિકામાં કોરોનાનાં કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ દરમ્યાન માત્ર ૫૮ હજાર નવા કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવાર અને ગુરુવારે અનુક્રમે ૧.૮૪ લાખ અને ૨.૬૫ લાખ સંક્રમણનાં કેસ નોંધાયા હતા. આ દરમ્યાન માત્ર ૧૦૮ લોકોનાં મોત થયા હતા. ઝ્રડ્ઢઝ્ર અનુસાર, યુ.એસ.માં કુલ કોરોના કેસમાંથી ૭૬ ટકાથી વધુ કેસ ઓમિક્રોન વેરિઅન્ટનાં છે. અમેરિકામાં પણ ૬૧ ટકા લોકોએ રસીનાં બન્ને ડોઝ લીધા છે. મહામારીની શરૂઆતથી, અહીં ૮.૩૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.HS