વિશ્વભરનાં ૩૪૯.૪૭ કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે
નવીદિલ્હી: અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, વિશ્વનાં ૧૯૨ દેશો અને પ્રદેશોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧૮ કરોડ ૭૭ લાખ ૪૨ હજાર ૭૧૩ થઈ ગઇ છે, જ્યારે ૪૦ લાખ ૪૮ હજાર ૧૮ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓએ આ મહામારીનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોના વાયરસની ગતિ થોડી ધીમી પડી છે. અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૩.૩૯ કરોડથી વધી ગઈ છે અને ૬.૦૭ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણનાં મામલે ભારત વિશ્વમાં બીજા અને મોતનાં મામલે ત્રીજા સ્થાન પર છે. ચેપગ્રસ્તની સ્થિતિમાં બ્રાઝિલ હવે ત્રીજા સ્થાને છે.
દેશમાં ફરીથી કોરોના સંક્રમણનાં કેસો વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૧.૯૧ કરોડથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. જ્યારે ૫.૩૫ લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલ કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં વિશ્વમાં બીજા ક્રમે છે. ફ્રાન્સ ચેપનાં મામલામાં ચોથા ક્રમે છે. જ્યાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૫૮.૮૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે ૧.૧૧ લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રશિયામાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા ૫૭.૬૨ લાખને વટાવી ગઈ છે અને તેના સંક્રમણનાં કારણે ૧.૪૨ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તુર્કીમાં કોરોનાથી પ્રભાવિત સંખ્યા ૫૪.૯૩ લાખને વટાવી ગઈ છે અને ૫૦,૩૨૪ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
ભારતમાં કોરોનાવાયરસનો કહેર હજુ પૂરી રીતે ગયો નથી. બીજી લહેર શાંત ભલે થઇ ગઇ હોય પરંતુ તેને ઠીલાશમાં લઇ શકાય તેમ નથી. સમગ્ર વિશ્વમાં હવે અલગ-અલગ વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ હવે ડેલ્ટા બાદ કપ્પા વેરિઅન્ટનો પ્રવેશ થઇ ગયો છે. કોરોનાનાં કેસોની રોજ પુષ્ટિ થાય છે અને આ રોગથી મૃત્યુઆંકમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. દરમ્યાન, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના મહામારીનાં ૩૮,૭૯૨ નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને ૬૨૪ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૩,૦૯,૪૬,૦૭૪ થઈ ગઈ છે અને મૃત્યુઆંક ૪,૧૧,૪૦૮ પર પહોંચી ગયો છે.
દેશમાં તાજેતરમાં એક્ટિવ કેસોની સંખ્યા ૪,૨૯,૯૪૬ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪૧, ૦૦૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે બાદ અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૩,૦૧,૦૪,૭૨૦ થઈ ગઈ છે. સવારે ૭ વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૮,૭૬,૯૭,૯૩૫ લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૧૪,૪૪૧ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધીમાં કુલ ૪૩,૫૯,૭૩,૬૩૯ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.