વિશ્વભરના ર૭ કરોડ લોકો ભૂખમરાની કગાર ઉપરઃ સંયુકત રાષ્ટ્રે ચેતવણી આપી
(એજન્સી)વોશીગ્ટન, સંયુકત રાષ્ટ્ર મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે બુધવારે કહયું હતું કે વિશ્વભરમાં ભુખમરાની સ્થિતી એક નવી ઉંચાઈ પર પહોચી ચુકી છે. તેમણે વિશ્વને ભુખમરા સામે લડાઈ માટે આહવાન કર્યું હતું.
ન્યુયોર્ક ખાતે અમેરીકી વિદેશપ્રધાન એન્ટની બ્લકની અધ્યક્ષતામાં યોજાયેલા ગ્લોબલ સીકયુરીટી કોલ ટુ એકશન દરમ્યાન તેમણે આ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં ઘઉંની નિકાસ પ્રતીબંધીત કરી દીધી છે.
સંયુકત રાષ્ટ્ર વડાએ કહયું કે ગંભીર રીતે ખાધ અસુરક્ષીત લોકોની સંખ્યા માત્ર બે વર્ષમાં બમણી થઈ ગઈ ેછ. જે આંકડો પહેલાં ૧૩.પ કરોડ હતો તે તે આજે ર૭.૬ કરોડ થઈ ગઈ છે. તેમણે કહયું કે ર૦૧૬ પછી તેમાં પ૦૦ ટકા જેટલો વધારો નોધાયો છે.
તેમણે એમ પણ કહયું કે કોવિડને કારણે આર્થિક ફટકો પડતાં લોકોની આવક ઘટી ગઈ છે. સપ્લાય ચેઈન તુટતાં પણ ખાધ અસુરક્ષામાં વધારો થયો છે. તેને કારણે વિશ્વમાં અસમાન રીતે આર્થિક સ્થિતી સુધરી છે. નાણાકીય બજારો સુધીની પહોચ પ્રતીબંધીત થઈ ચુકી છે. અને કેટલાક વિકાસશીલ દેશોદેવાની ચુકવણીમાં ડિફોલ્ટર જાહેર થવાની કગાર પર છે.
અમેરીકી બ્લિકનના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. વિવિધ દેશોના વિદેશ મંત્રી પણ ઉપસ્થિત હતા. અમેરીકી વિદેશ મંત્રી એ આ વૈશ્વિક સંકટનો સામનો કરવા ર૧.પ કરોડ ડોલરની માનવીય સહાય કરવાની જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યકત કરી હતી કે અમેરીકી કોંગ્રેસ માનવીય સહાય માટે પ.પ અબજ ડોલરની વધારાની સહાય પણ મંજૂર કરશે.