વિશ્વભરમાં કોરોનાના છેલ્લાં ૨૪ કલાકમાં સંક્રમણનાં નવા ૩૧.૫૦ લાખ કેસ
નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોનાનો વ્યાપ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં આવેલાં કોરોનાનાં કેસોની જાે વાત કરીએ તો કોરોનાએ વૈશ્વિક સ્તરે તમામ રેકોર્ડ તોડી દીધાં છે. વિશ્વમાં છેલ્લાં ૨૪ કલાકમાં જ ૩૧.૫૦ લાખ નવા કેસ સામે આવ્યાં છે. ત્યારે વિશ્વભરમાં કોરોનાનાં કુલ કેસનો આંક ૩૧.૭૫ કરોડને પાર પહોંચી ગયો છે.
હાલમાં વિશ્વભરમાં કુલ ૪.૯૧ કરોડ એક્ટિવ કેસ છે. એમાંય સમગ્ર વિશ્વમાં સૌથી યુએસમાં છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૮.૧૪ લાખ કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાનાં ૮ લાખથી વધુ કેસ નોંધાયા છે. તો આ સાથે જ મૃત્યુઆંક પણ વધ્યો છે.
દરમિયાન કોરોનાએ ૨૨૦૦થી વધુ લોકોના જીવ લીધા હતાં. તો બીજી બાજુ ફ્રાન્સમાં પણ કોરોનાનો સૌથી ભીષણ સમય આવી ગયો છે. ફ્રાન્સમાં માત્ર ૨૪ કલાકમાં જ ૩.૬૧ લાખ કેસ નોંધાયા છે. તદુપરાંત ફ્રાન્સમાં એક્ટિવ કેસનો આંક ૪૦ લાખને પાર પહોંચી ગયો છે.
આ સિવાય ઇટાલીમાં પણ છેલ્લાં ૨૪ કલાકમાં ૧.૯૭ લાખ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે સ્પેનમાં ૨૪ કલાકમાં ૧.૭૯ લાખ નવા કેસ નોંધાયા છે. આ સિવાય આજેર્ન્ટિનામાં પણ છેલ્લાં ૨૪ કલાકમાં ૧.૩૧ લાખ નવા કેસ નોંધાયા છે યુકેમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧.૨૯ લાખ નવા કેસ સામે આવ્યાં તો યુકેમાં એક્ટિવ કેસ ૩૭ લાખએ પહોંચી ગયા છે. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ છેલ્લાં ૨૪ કલાકમાં નવા ૧.૦૬ લાખ કેસ સામે આવ્યાં છે.HS