Western Times News

Gujarati News

વિશ્વભરમાં કોરોના સંકટ વધ્યું, અત્યાર સુધીમાં ૧.૯૨ કરોડ સંક્રમિત

વોશિગ્ટન, વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત છે. રોજ બે લાખથી વધારે કેસ સામે આવી હ્યા છે. ભારત, અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોનાના કેસની સંખ્યા અને મોતના આંકડા સૌથી ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વભરમાં ૨.૭૧ લાખ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૬૨૪૦ લોકોના મોત થયા છે. અત્યાર સુધી ૧,૯૨,૩૭,૦૦૦થી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે ૭.૧૬ લાખથી વધારે લોકોના મોત થયા છે. આ બીમારાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા ૧.૨૩ કરોડને પાર કરી ગઈ છે. વિશ્વભરમાં હજુ પણ ૬૧.૫૭ લાખ કેસ એક્ટિવ છે.

અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ ૫૦.૩૧ લાખથી વધુ છે, જ્યારે અત્યાર સુધીમાં એક લાખ ૬૨ હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૮ હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૧૧૮૨ લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૫૪ હજાર નવા કેસ નોંધાયા છે.જેમાં અમેરિકાઃ કેસ- ૨,૯૧૭,૫૬૨, મોત- ૯૮,૬૪૪, ભારતઃ કેસ- ૨,૦૨૫ , ૪૦૯, મોત- ૪૧,૬૩૮, રશિયાઃ કેસ- ૮૭૧,૮૯૪, મોત- ૧૪,૬૦૬, સાઉથ આફ્રીકાઃ કેસ- ૫૩૮, ૧૮૪, મોત- ૯,૬૦૪, મૈક્સિકોઃકેસ- ૪૫૬,૧૦૦, મોત-૪૯,૬૯૮,પેરૂઃ કેસ- ૪૪૭, ૬૨૪, મોત- ૨૦, ૨૨૮,ચિલીઃ કેસ- ૩૬૬,૬૭૧, મોત- ૯,૮૮૯, સ્પેનઃ કેસ- ૩૫૪, ૫૩૦,મોત- ૨૮,૫૦૦, કોલંબિયા ઃ કેસ- ૩૫૭,૭૧૦, મોત- ૧૧,૯૩૯ સામેલ છે.

દુનિયાના ૧૮ દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટાલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોત મામલે પાંચમાં નંબર પર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.