Western Times News

Gujarati News

વિશ્વભરમાં ખેતી સામે અનેક પડકારો, નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી: નરેન્દ્ર મોદી

નવીદિલ્હી, આણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જાેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આઠ કરોડ ખેડૂતો આપડી સાથે જાેડાયેલા છે. મે આજે વિધાર્થીની જેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વાતો સાંભળી, હુ ખેડૂત નથી પણ આચાર્ય દેવવ્રતની વાત સાંભળીને મને ઘણું શીખવા મળ્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ વિષે સારૂ માર્ગદર્શન આપ્યું છે. વિશ્વભરમાં ખેતીને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. માટીની તપાસથી લઇને બિયારણના સારા ઉત્પાદન માટે તમામ પગલાં લેવાયા છે. જ્યારે માટી જવાબ આપી દેશે ત્યારે શું થશે તે મોટો સવાલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વિશ્વભરમાં ખેતીને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, પણ નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. જ્યારે માટી જવાબ આપી દેશે ત્યારે શુ થશે તે મોટો સવાલ છે. ગુજરાતમાં કહેવત પાણી પહેલાં પાળ બાંધો, જેથી માટીની તપાસથી લઇને બિયારણના સારા ઉત્પાદન માટે તમામ પગલાં લેવાયા છે. બિયારણોથી લઇને બજારો સુધી ખેડૂતો માટે અનેક કામો કરવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ઓછી સિંચાઇ વાળી જમીન કે વધારે ભેજવાળી જમીનમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બમણી આવક કરી શકે છે અને આ બમણી આવક એજ પ્રાકૃતિક ખેતી છે. જેથી ખેતીને પ્રાકૃતિક પ્રયોગશાળા સાથે જાેડવી પડશે. બેક ટુ બેઝીકનો મતલબ પોતાના મુળથી જાેડાયેલા રહેવું જેથી આપડે પણ આપડી મુળ ખેતી સાથે જાેડાયેલા રહેવું પડશે.

પહેલાના જમાનામાં પણ ખેતી થતી હતી અને ખેડૂતો આવક મેળતા હતા. અત્યારે આપડા મનમાં ધારી લીધુ છે કે, કેમિકલ વગર ખેતી નહીં થાય, તે વહેમ આપડે કાઢવો પડશે.

કેમિકલના વિકલ્પો પર પણ કામ કરવુ પડશે. પ્રાકૃતિક ખેતીનો મંત્ર એટલે ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનું સંકલન.જે રીતે માટીને જ્યારે તપાવવામાં આવે ત્યાં તે ઇટનું રૂપ લઇ છે અને ઇટ ઇમારત બની જાય છે. તેમ આપડે આપડે પ્રાકૃતિક ખેતી પર મક્કમ રહેવું પડશે. નવુ શિખવા સાથે આપડે આપડી ભુલોને પણ ભુલવી પડશે. જ્યાં શોષણ હશે ત્યાં પોષણ નહીં હોય એટલે જમીનનું શોષણ કર્યા વગર આપડે પ્રાકૃતિક ખેતી તરફ વળવુ પડશે. જેનાથી ઘણા ફાયદા થશે.

મૂલ ડેરીના હોલમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જાેડાયા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ આઝાદી બાદ દેશમાં પહેલીવાર જીડીપીમાં કૃષિ ઉત્પાદનનું જે યોગદાન છે તેને સાર્થક રીતે વધારવાની એક પહેલ તેમણે કરી હતી. કૃષિ ઉત્પાદનથી પણ જીડીપી વધી શકે છે અને એક વૈજ્ઞાનિક રીતે જીડીપીમાં કોન્ટ્રિબ્યૂટર બનાવી શકાય છે.

ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કરી શકાય છે તેનું ઉદાહરણ સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે થયું હતું. અનેક વર્ષો સુધી ૧૦ ટકા કૃષિ ગ્રોથ રેટને જાળવી રાખ્યો હતો. કૃષિ મહોત્સવ થકી ખેડૂતો માટે જરૂરી તમામ બાબતો તેમના સુધી પહોંચાડવાનું કામ કરાયું. ખેડૂતોને જિલ્લાની કે તાલુકાની ઓફિસે જવાની જરૂર ન રહે એ માટે તમામ લાભો તેમને ગામમાં જ મળે તેવા પ્રયોગો કરવામાં આવ્યા.

માઇક્રો ઇરેગેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વૈજ્ઞાનિક ઢબે પાણીનો યોગ્ય ઉપયોગ કરીને અનેકગણી સિંચાઇને વધારીને ૧૦ ટકા કૃષિ ગ્રોથ રેટને ૧૦ વર્ષ કરતા વધુ સમય સુધી જાળવી રાખ્યો હતો. ૨૦૧૯થી દેશભરના ખેડૂતોને એક અપીલ કરી છે કે પ્રાકૃતિક ખેતીને ખેડૂતો અપનાવે, જે રાષાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનાથી ભૂમિની ઉત્પાદકતા તો ઘટેજ છે સાથોસાથ જળસંગ્રહની શક્તિ પણ ઘટે છે. ખાવા પીવાની વસ્તુઓ માનવ શરીર માટે હાનિકારક છે. વર્ષો જૂની પાંરપરિક પ્રાકૃતિક ખેતીને પુનર્જીવીત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ સુધી કોઇ સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના નહોતી કરી. પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય હાથ ધર્યું છે. અત્યારે ઓર્ગેનિક ફુડ પ્રોડક્ટના પણ ઉંચા ભાવ મળી રહ્યાં છે.

રસાયણીક ખેતીના કારણે જનીનની ઉત્પાદકતા ઓછી થાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતીન કારણે જમીનની ઉત્પાદકતા વધે છે. ઉલ્લેખનિય છે કે, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ – એન્ટરીંગ એ ન્યુ એરા ઓફ કો-ઓપરેશન શીર્ષક હેઠળ આણંદમાં ત્રિ દિવસીય કાર્યક્રમો યોજાયા હતા તેમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે ટેક્નોલોજીના વિનિયોગ તથા નીતિ નિર્ધારણની બાબતો અંગે દેશ-વિદેશના તજજ્ઞો દ્વારા વિચારમંથન કરવામાં આવ્યું હતુ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.