વિશ્વભરમાં ટાટા મોટર્સે તેના ગ્રાહકો માટે વોરંટી લંબાવી, સાથે અનેક પહેલની પણ રજૂઆત
કોવિડ-19 ફાટી નીકળવાને પગલે ટાટા મોટર્સે વિશ્વભરમાં રહેલા તેના કોમર્શિયલ વાહનોના ગ્રાહકો માટે વોરંટી લંબાવી છે. આ ઉપરાંત કંપની આ પડકારજનક પરિસ્થિતિમાં વાહનોને દોડતા રાખવા માટે ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે પણ તેની શ્રેષ્ઠ ક્ષમતાઓનો ઉપયોગ કરી રહી છે.
કોમર્શિયલ વાહનોના ગ્રાહકો માટે સર્વિસગાળામાં વધારો કરવાના ભાગરૂપે ટાટા મોટર્સ ભારતમાં રહેલા તેના ગ્રાહકોને નીચે જણાવેલા લાભો પર પૂરા પાડી રહી છે:
· રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન અગાઉની નિર્ધારિત ત્રણ સર્વિસમાં બે મહિનાનો વધારો
· રાષ્ટ્રીય લોકડાઉનના સમયગાળા દરમિયાન જેની વોરંટી સમાપ્ત થતી હોય તેમના માટે બે મહિનાનો વધારો
· રાષ્ટ્રીય લોકડાઉનના સમયગાળામાં જેમની ટાટા સુરક્ષા એએમસી સમાપ્ત થતી હોય તેમાં વધારો
· ટાટા મોટર્સ સુરક્ષામાં દરેક ચાલુ કોન્ટ્રેક્ટમાં એક મહિનાનો માન્ય વધારો
· રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન જેમણે એએમસી સર્વિસ પ્રાપ્ત કરવા માટે નિર્ધારિત કર્યું હોય તેમના માટે લાભ લેવા એક મહિનાનો વધારો
· ટાટા મોટર્સ હેલ્પલાઇન, ટાટા સપોર્ટ – 1800 209 7979ને પણ રાષ્ટ્રીય લોકડાઉનના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે તેવી આવશ્યક કોમોડિટીઓ લઇ જાય છે તેવી ટ્રકો માટે સક્રિય કરવામાં આવી છે.
વધુમાં ટાટા મોટર્સ વોરંટીના નિયમો અને શરતો અનુસાર તેના વૈશ્વિક કોમર્શિયલ વાહનોના વોરંટીના સમયગાળામાં વધારો કરશે:
· દક્ષિણ આફ્રિકા, મિડલ ઇસ્ટ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, નોર્થ-વેસ્ટ આફ્રિકન દેશો અને LATAM (લેટિન અમેરિકા) દેશોમાં સ્થિત ગ્રાહકોના વોરંટી સમયગાળામાં અને જેમની વોરંટી 15 માર્ચ 2020ના રોજ સમાપ્ત થતી તેમના માટે બે મહિનાનો વધારો કર્યો છે.
· બાંગ્લાદેશની બહારના ગ્રાહકો માટે અને જેમની વોરંટી 20 માર્ચ 2020ના રોજ સમાપ્ત થતી તેમના માટે બે મહિનાનો વધારો કર્યો છે અને શ્રીલંકાના બહારના ગ્રાહકો જેની વોરંટી 15 માર્ચ 2020ના રોજ સમાપ્ત થતી તેમના માટે બે મહિનાનો વધારો કર્યો છે.
· ટાન્ઝાનિયા, ઝામ્બિયા, મોઝામ્બિક, કેન્યા, યુગાન્ડા, ઝીમ્બાબ્વે, મ્યાનમાર, મલેશિયા, ફિલીપીન્સ, વિયેતનામ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયાના બહારના ગ્રાહકો માટેની વોરંટી પૂર્ણ થતી હોય અને જેમની વોરંટી 1 એપ્રિલ 2020ના રોજ સમાપ્ત થતી તેમના માટે બે મહિના લંબાવ્યા છે.