વિશ્વમાંથી કોરોના સહેલાઈથી જાય તેમ નથી
કુલ મળીને આ બધા સંજાેગો જાેતા લાગે છે કે, કોરોના વાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો વિશ્વના દેશોને આવતા વર્ષે પણ વધતે ઓછે અંશે પરેશાન કરવાનું ચાલુ રાખશે
ચીનમાં ર૦૧૯ના અંતમાં અને ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ર૦ર૦ની શરૂઆતના મહિનાઓમાં કોરોના વાયરસ જન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઈ ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ રોગચાળો આટલો લાંબો ચાલશે અને તેમાં આટલા બધા ચડાવ ઉતાર આવશે.
આ રોગચાળાની શરૂઆત થયાને બે વર્ષ પુરા થવામાં હવે થોડા મહિનાઓ જ બાકી છે ત્યારે પણ દુનિયાના અનેક દેશોમાં તેની હજી નોંધપાત્ર હાજરી છે અને જે દેશોમાં તેના કેસો ખૂબ ઘટી ગયા છે ત્યાં તે ફરીથી વધે તેવો ભય તો છે જ, અને આ રોગચાળો જ્યાં સંપૂર્ણ શમી ગયો હતો.
તે ન્યુઝીલેન્ડ અને ચીન જેવા દેશોમાં ફરીથી તેના કેટલાક નવા કેસો દેખાયા છે તો યુકેમાં અચાનક કોવિડઠના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલનું વૈશ્વિક ચિત્ર જાેતાં લાગે છે કે કોરના વાયરસનો આ રોગચાળો નજીકના ભવિષ્યમાં શમી જાય તેવા ચિન્હો નથી.
ભારતનું ચિત્ર જાેઈએ તો માર્ચ, એપ્રિલ મહિનામાં કોવિડના બીજા મોજાએ ભારે હાહાકાર મચાવ્યા બાદ ધીમે ધીમે તેના કેસો ઘટના ગયા અને હાલ તો નોંધપાત્ર ઓછા થઈ ગયા છે છતાં દેશના કેટલાક ભાગોમાં ચિંતાજનક સ્થિતિ છે. નિષ્ણાંતોએ ભારતના રોગચાળાના સંદર્ભમાં હાલમાં જણાવ્યું છે કે,
ભારત હવે કોવિડના રોગચાળાના બીજા વિનાશક મોજા જેવું નવું મોજું જુએ તેવી શક્યતા નથી. સિવાય કે રોગ પ્રતિકારકતાને થાપ આપી શકે તેવોકોઈ નવો વેરિઅન્ટ નીકળે, પરંતુ કેસોની સંખ્યા જાેઈને એવું માની લેવાની જરૂર નથી કે આ રોગચાળો હવે સ્થાનિક પ્રકારનો મંદ રોગચાળો બની ગયો છે. તહેવારોની ઋતુ ચાલી રહી છે.
ત્યારે આશા પૂરી પાડતા અને સાથોસાથ ચેતવણીનો સૂર પણ કાઢતા તેમણે જણાવ્યું હતું કે, કોવિડનો ઘટતો ગ્રાફ એ ચિત્રનો ફક્ત એક ભાગ છે અને તેમણે મૃત્યુ દર, વ્યાપક રસીકરણ કવચની જરૂર અને યુકે જેવા દેશોનુેં ઉદાહરણ કે જ્યાં કેસો વધી રહ્યાં છે તેવા પરિબળો તરફ નિર્દેશ કરી રહ્યો હતો.
ભારતે ૧૦૦ કરોડ કોવિડ રસી ડોઝીસનું સીમાચિહ્ન સર કર્યુ તેના એક દિવસ પછી દેશના અગ્રણી વાયરોલોજીસ્ટ શાહીદ જમીલે જણાવ્યું હતું કે, રસીકરણનો દર નોંધપાત્ર સુધર્યો છે પણ હજી વધુ કરવની જરૂર છે. હું બાબતે ચોક્કસ નથી કે, આપણે હજી એન્ડેમિકના તબક્કામાં પ્રવેશ્યા છીએ.
આપણે આ ૧૦૦ કરોડનું સીમાચિહ્ન સર કર્યુ. પણ હજુ વધુ અંતર કાપવાનું છે. આપણે એન્ડેમિસિટી પરફ જઈ રહ્યાં છીએ. પણ આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી એમ તેમણે કહ્યું હતું.
આ રોગચાળાને કારણે દેશમાં મૃત્યુ દર કેટલાક સમયથી ઘટ્યા વગર સ્થિર રહ્યો છે તે બાબત તરફ તેમણે ખાસ ધ્યાન દોર્યુ હતું. રોગચાળા શાસ્ત્રી રમણ લક્ષ્મીનારાયણે જણાવ્યંું હતું કે, એન્ડેમિક સ્તરના રોગચાળામાં પણ ક્યારેક ઉછાળો આવી શકે છે. જ્યારે કે વાયરસજન્ય રોગચાળો શમ્યો ન હોય, ફક્ત ધીમો પડ્યો હોય ત્યારે તો તેમાં ઉછાળો આવવાની શક્યતા રહેલી હોય જ છે જેવું કે યુકેમાં હાલમાં બન્યું છે.
જ્યાંથી આ રોગચાળો શરૂ થયો તેમાં ચીનમાં સામ્યવાદી સરકારે કઠોર પગલાંઓ ભરીને રોગચાળાને નાથવામાં સફળતા મેળવી તો ખરી, અને હાલમાં તેને કેટલાક સમય સુધી શૂન્ય કોવિડ દર રાખવામાં પણ સફળતા મળી, લગભગ બે મહિના સુધી ચીનમાં કોવિડના કેસો શૂન્ય રહ્યાં હતા, પરંતુ હવે ચીનમાં ફરીથી કેસો દેખાઈ રહ્યાં છે અને ચીનમાં ફરીથી ટેસ્ટિંગ, ક્વોરન્ટાઈન, માસ્ક અને સેનિટાઈઝર્સનો માહોલ ઉભો થઈ રહ્યો છે.
રશિયામાં કોવિડના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. અને વાયરસજન્ય રોગથી દૈનિક મૃત્યુનો આંકડો તો હાલમાં તો ત્યાં રોગચાળો શરૂ થયો તે પછીના સૌથી ઉંચા સ્તરે જાેવા મળ્યોહતો. બ્રિટનમાં પણ કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે
અને આ ઉછાળા માટે ત્યાં ડેલ્ટા વેરિએન્ટનું એક નવું મ્યુટેશન જવાબદાર હોવાની શક્યતા જાેવાઈ રહી છે. ભારતમાં પણ નિષ્ણાંતોએ સખત નવું મોજું નહીં આવવાની શક્યતા જણાવવાની સાથે એમ પણ જણાવ્યું છે કે, ઈમ્યુનિટીને થાપ આપી શકે તેવો કોઈ નવો વેરિઅન્ટ આવે તો નવું સખત મોજું આવવાની શક્યતા નકારી શકાય નહીં.