વિશ્વમાં અત્યાર સુધી મન્કીપોક્સ વાયરસના ૩૦૦થી વધારે કેસ
નવી દિલ્હી, વિશ્વમાં કોરોના વાઇરસ બાદ વધુ એક જીવલેણ વાઇરસ મન્કીપોક્સનો ડર જાેવા મળી રહ્યો છે. ભારતમાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મંગળવારે એક ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં મન્કીપોક્સના કેસના સર્વેલન્સ, ઓળખ અને મેનેજમેન્ટની વિગતો છે. અત્યાર સુધી વિશ્વમાં ૩૦૦થી વધુ મન્કીપોક્સ વાઇરસના કેસો જાેવા મળ્યા છે.
જાે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર, કોરોના વાઇરસની માફક મન્કીપોક્સ પણ વૈશ્વિક મહામારી નહીં બને. સંસ્થાએ તેને સંભવિત આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી ગણાવી છે. ઉપરાંત કોવિડ-૧૯ અને ઇબોલામાં જ પ્રકારે સતત રિસર્ચ અને રસીકરણની ઉપલબ્ધિ કરાવવામાં આવી રહી છે તે જ પ્રકારે આ વાઇરસની દવાઓ અંગે હાલ રિસર્ચ કરવામાં આવી રહ્યા છે.
યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, મન્કીપોક્સ વાઇરસમાં દર્દી શરૂઆતમાં તાવ, માથાનો દુઃખાવો, મસલ્સ અને પીઠમાં દુઃખાવો, ઉપરાંત થાક અનુભવે છે. ચિકનપોક્સથી વિપરિત આ વાઇરસથી શરીરમાં જે લાલ ચકામા થાય છે તે આગળ જતાં ગાંઠમાં પરિવર્તિત થાય છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર, સ્મોલપોક્સ કે ચિકનપોક્સને મન્કીપોક્સ સાથે સરખામણી ના કરવી જાેઇએ.
આ સિવાય ઓરી, બેક્ટેરિયલ સ્કિન ઇન્ફેક્શન, ખંજવાળ, સિફિલિસ અને અન્ય મેડિકેશન એલર્જીને પણ મન્કીપોક્સ સાથે સરખામણી કરવી અયોગ્ય છે. આ પ્રકારના એલર્જીક રિએક્શન માટે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.મન્કીપોક્સ મૂળ સેલ્ફ-લિમિટીંગ ડિસિઝ છે જેના લક્ષણો બેથી ચાર અઠવાડિયા સુધી જ રહે છે. ઇન્ફેક્શન બાદ ઇન્ક્યૂબેશન પીરિયડ અંદાજિત ૭થી ૧૪દિવસની વચ્ચે અથવા ૫થી ૨૧ દિવસ સુધીનો રહે છે.
હેલ્થ મિનિસ્ટ્રીની ગાઇડલાઇન અનુસાર, તેના પ્રસરણ અથવા સંચારક્ષમતા સ્ક્રેબ એટલે ગાંઠના ઉપરના પડ સદંતર ખરી જાય અથવા મટી જાય તેના એકથી બે દિવસ બાદ જ ઓછી થાય છે.
વાઇરસ કેવી રીતે ફેલાય છે?
• આ બીમારીના ચાર સ્ટેજ હોય છે, જેમાં પ્રથમ સ્ટેજમાં સંક્રમણ જે ૦-૫ દિવસ દરમિયાન થાય છે, આ દરમિયાન દર્દીને તાવ, માથાનો દુઃખાવો, શરીરમાં ફોલ્લાં, આ ફોલ્લાંમાં સોજાે આવવો જેવા લક્ષણો દેખાય છે.
• જાે ફોલ્લાંમાં સોજા આવવાની શરૂઆત થાય તો વ્યક્તિ મન્કીપોક્સથી સંક્રમિત છે તેવું સાબિત થાય છે, કારણ કે ઓરી અને ચિકનપોક્સમાં પણ આ જ પ્રકારે શરીરમાં લાલ ચકામા થતા હોય છે પણ તેમાં સોજા નથી આવતા.
• પેશન્ટને બે દિવસથી વધુ તાવ રહે છે અને ચકામાની શરૂઆત ૯૫ ટકા કેસોમાં દર્દીના ચહેરા પર થાય છે. જ્યારે ૭૫ ટકા કેસોમાં દર્દીની હથેળી અને પગમાં ચકામા પડે છે.
• ઘણીવાર દર્દીના મોંઢાની અંદર, આંખોની આસપાસ, કોર્નિયા અથવા જેનિટલ એરિયામાં ચકામા જાેવા મળે છે.
• આખા શરીરની ત્વચામાં આ પ્રકારના ચકામા, લાલાશ અને સોજાનો સ્ટેજ અંદાજિત ૨થી ૪ અઠવાડિયાનો હોય છે. જે દરમિયાન ફોલ્લા ઘટ્ટ થઇ જાય છે અને તેમાં દર્દ થવા લાગે છે. આ સિવાય ફોલ્લામાં પસ જેવ ફ્લૂઇડ જાેવા મળે છે.
• યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર, જાે દર્દીમાં આ લક્ષણો જાેવા મળે તો તેની આંખોમાં દર્દ, દ્રષ્ટિ નબળી થવી, શ્વાસ લેવામાં તકલીફ અને યૂરિનમાં વધારો થવાના અન્ય લક્ષણોની પણ ચકાસણી કરવી જરૂરી છે.
કમનસીબે, કોરોના વાઇરસની જેમ મન્કીપોક્સની પણ હજુ સુધી ચોક્કસ દવા, રસી કે ઇલાજ નથી. ડબલ્યુએચઓ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ દર્દીના લક્ષણોને આધારિત તેનો ઇલાજ કરવામાં આવે છે.
દર્દીને તાત્કાલિક આઇસોલેશનમાં રાખવામાં આવે છે.હેલ્થ મિનિસ્ટ્રી ગાઇડલાઇન અનુસાર, મન્કીપોક્સના મેનેજમેન્ટ દરમિયાન દર્દીના સ્કિન રેશિશને એન્ટીસેપ્ટિકથી વારંવાર ક્લિન કરવા જાેઇએ, તેમાંથી પસ નિકળવાની શરૂઆત થાય તો સામાન્ય ડ્રેસિંગ કરવું જાેઇએ. ઓરલ અલ્સર માટે અનુરૂપ લિક્વિડથી કોગળા કરવા જાેઇએ.ડોક્ટર્સ અનુસાર, મન્કીપોક્સ વાઇરસના લક્ષણોને યોગ્ય રીતે અને ક્લિનિકલ રેમેડીઝના આધારે મેનેજ કરવામાં આવે તો દર્દીના સાજા થવાના ચાન્સિસ વધી જાય છે.SS2KP