વિશ્વમાં એકમાત્ર સુર્યગ્રહણ સમયે ખુલ્લું રહેતું શામળાજી મંદિર
“જય શામળિયા” ના નાદથી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર
ભિલોડા: આજે ૨૬ ડિસેમ્બર ના રોજ વર્ષ નું છેલ્લું સૂર્ય ગ્રહણ છે ત્યારે ગ્રહણ સમયે તમામ હિન્દૂ મંદિરો બંધ રહેતા હોય છે ત્યારે સમગ્ર ગુજરાત માં યાત્રાધામ શામળાજી એક એવું મંદિર છે કે ગ્રહણ સમયે ખુલ્લું રહેછે . ગુરુવારે ગ્રહણ ના દિવસે ગ્રહણ નો વેધ ચાલુ થાય એ સમયે વહેલા પરોઢે ૪ કલાકે મંદિર ખુલ્યું હતું.અને ૪.૪૫ કલાકે ભગવાન ની મંગળા આરતી બાદ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
સૂર્યગ્રહણ ના સમયે સવારે 8-08 કલાક થી 10 – 38 સુધી મંદિર ચાલુ રાખી મંદિર માં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સમયે પણ ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા આમ સમગ્ર વિશ્વમાં માં ગ્રહણ સમયે ખુલ્લું રહેતું એક માત્ર યાત્રાધામ શામળાજી મંદિર માં ભક્તો ભગવાન શામળિયા ના દર્શન નો લાભ લઈ ધન્યનતા અનુભવી હતી.
ગુરૂવારે ૪૫ વર્ષ પછી કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું માગશરી અમાષે સૂર્યગ્રહણનો અનોખો સંયોગ પેદા થયો હતો આજે માગશરી અમાશના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે.આજે સવારથી જ ‘જય શામળિયા’ ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે.સુર્યગ્રહણ વખતે વિશ્વનું એક માત્ર શામળાજી મંદિર ખુલ્લુ રહેતા મોટી સંખ્યામાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો જામી હતી.ભગવાન શામળિયાની સુર્યગ્રહણના દિવસે વિશેષ ભક્તિ કરી હતી.