વિશ્વમાં કોરોનાનો અજગર ભરડો! ૨૪ કલાકમાં નોંધાયા લાખો નવા કેસ

વોશિગ્ટન, દુનિયામાં આજે કોરોનાનાં કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જે કોરોનાવાયરસને આપણે લગભગ ભૂલી જ ગયા હતા તે હવે અજગરની જેમ ગળામાં ફસાતો જઇ રહ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયુ છે.
વિશ્વ આખા પર કોરોનાનો અજગર ભરડો! ૨૪ કલાકમાં વિશ્વમાં ૨૧.૫૦ લાખ નવા કેસ અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક અમેરિકામાં ૨૪ કલાકમાં ૫.૬૮ લાખ કેસ ફ્રાન્સમાં બેકાબુ કોરોનાનો મહાવિસ્ફોટ ફ્રાન્સમાં ૨૪ કલાકમાં જ ૨.૭૧ લાખ કેસ ફ્રાન્સમાં એક્ટિવ કેસ ૨૨ લાખ નજીક યુકેમાં ૨૪ કલાકમાં ૨.૧૮ લાખ નવા કેસ યુકેમાં એક્ટિવ કેસ હવે ૩૦ લાખ નજીક દુનિયામાં આજે કોરોનાનાં કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે.
જે કોરોનાવાયરસને આપણે લગભગ ભૂલી જ ગયા હતા તે હવે અજગરની જેમ ગળામાં ફસાતો જઇ રહ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયુ છે. સમગ્ર વિશ્વમાં એમેરિકામાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવ્યા છે. અહી સ્થિતિ બિલકૂલ પણ કાબૂમાં રહી નથી. સરકાર પણ આ મહામારીને નિયંત્રિત કરવામાં અસફળ રહી છે.
આપને જણાવી દઇએ કે, વિશ્વમાં આજે કોરોનાનાં કેસમાં વધારો એકવાર ફરી બધુ બંધ થવાનો સંકેત બરાબર છે. ત્યારે હવે નાતાલની રજાઓ પછી ઓમિક્રોનનાં વધતા જતા કેસ વચ્ચે યુ.એસ.માં એક દિવસમાં ૫.૬૮ લાખ લોકો કોવિડ-૧૯થી સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે. આ દરમિયાન ફ્રાન્સમાં કોરોનાનું નવું વેરિઅન્ટ ‘IHU’ મળી આવ્યું છે. તેમાં ૪૬ મ્યુટેશન છે, જે ઓમિક્રોન મ્યુટેશન કરતા વધારે છે.
ફ્રાન્સનાં આ મ્.૧.૬૪૦.૨ વેરિઅન્ટની શોધ ‘IHU’ મેડિટેરેન્સ ઈન્ફેક્શનનાં નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. નિષ્ણાતોએ કહ્યું,વેરિઅન્ટ રસી માટે વધુ પ્રતિરોધક છે, તેથી તે વધુ ખતરનાક બની શકે છે કારણ કે તે કોઈપણ રસીથી પ્રભાવિત થશે નહીં. દેશમાં ૧૨ કેસ નોંધાયા છે.
ઇટાલીમાં ૨૪ કલાકમાં ૧.૭૧ લાખ કેસ સ્પેનમાં ૨૪ કલાકમાં ૧.૧૭ લાખ નવા કેસ આજેર્ન્ટિનામાં ૨૪ કલાકમાં ૮૧ હજાર કેસ તુર્કીમાં ૨૪ કલાકમાં ૫૪ હજારથી વધુ કેસ ગ્રીસમાં ૨૪ કલાકમાં ૫૦ હજાર નવા કેસ કેનેડા ૨૪ કલાકમાં ૫૦ હજાર નવા કેસ ઓસ્ટ્રેલિયામાં કોરોના કેસની ત્સુનામી ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં ૪૭ હજાર કેસ જર્મનીમાં ૨૪ કલાકમાં ૪૩ હજાર નવા કેસ.
આપને જણાવી દઇએ કે, બેકાબુ બનેલા કોરોનાનાં કેસ ફ્રાન્સમાં મહા વિસ્ફોટ કર્યો છે. ફ્રાન્સમાં ૨૪ કલાકમાં ૨.૭૧ લાખ નવા કેસ સામે આવ્યા છે, જેમા એક્ટિવ કેસ ૨૨ લાખ નજીક પહોંચી ગયા છે. આ સમયગાળામાં UKમાં ૨.૧૮ લાખ નવા કેસ નોંધાયા છે.
જ્યારે એક્ટિવ કેસ હવે માત્ર ૩૦ લાખ નજીક છે. આજ રીતે ઇટાલીમાં ૨૪ કલાકમાં ૧.૭૧ લાખ, સ્પેનમાં ૧.૧૭ લાખ, આજેર્ન્ટિનામાં ૮૧ હજાર, તુર્કીમાં ૫૪ હજારથી વધુ, ગ્રીસમાં ૫૦ હજાર, કેનેડામાં ૫૦ હજાર, ઓસ્ટ્રેલિયામાં ૪૭ હજાર અને જર્મનીમાં ૪૩ હજાર કોરોનાનાં નવા કેસ સામે આવ્યા છે.
જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ અહેવાલ આપ્યો છે કે, છેલ્લા અઠવાડિયામાં દર ૧૦૦માંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં કોરોના ટીમ સાથે બેઠક કરીને મામલાની સમીક્ષા કરવા જઈ રહ્યા છે.HS