વિશ્વમાં કોરોનાનો હાહાકાર: સાઉથ કોરિયામાં ૩ દિવસમાં નોંધાયા ૧૧ લાખ કેસ

નવીદિલ્હી, વિશ્વના તમામ દેશોમા ફરી એકવાર કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દુનિયાભરમાં કોરોનાનાં ૧૧ લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે ૨૯૧૭ લોકોએ મોતને ભેટ્યા છે. સાઉથ કોરિયામાં સૌથી વધુ કોરોના કેસ મળી રહ્યા છે.
કોરિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩.૩૪ લાખ કેસ સામે આવ્યા છે. ત્યા છેલ્લા ૩ દિવસમાં ૧૧ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં પર કોરોનાથી હાલાત બેકાબૂ થવા લાગી છે. જેના કારણે કેટલાંક વિસ્તારોમાં અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
ચીનમાં કોરોનાના બે વર્ષ બાદ સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યો છે. ત્યા રવિવારે જિલિન પ્રાંતનાં બીજા મોટા શહેર જિલિનમાં પ્રતિબંધોનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે સોમવારે આશરે ૪૫ લાખ લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. ચીનમાં રવિવારે ૪ હજારથી વધુ કેસ નોંધાયા છે. જિલિન વિસ્તારની સીમા ઉત્તર કોરિયા અને રશિયાને મળે છે.
ચાંગચૂનના તંત્રએ કહ્યું કે પ્રતિબંધને વધુ કડક કરવામાં આવશે. જ્યાં ૧૧ માર્ચથી ૯૦ લાખ લોકો ઘરોમાં કેદ છે. ત્યાં લોકોને ૨ દિવસમાં એક વાર જીવનજરૂરી સામાન લેવા માટે ઘરની બહાર જવાની છૂટ છે. શનિવારે ચીનમાં કોરોનાથી ૨ લોકોના મોત થઈ હતી. એક વર્ષ બાદ ચીનમાં કોરોનાથી કોઈ વ્યકિતનું મોત નીપજ્યું છે. ચીનનાં અનેક રાજ્યોમાં કરોડો લોકો લોકડાઉનમાં રહી રહ્યા છે.
વિશ્વમાં ભલે કોરોના કેસો વધી રહ્યા હોય પરંતુ ભારતના મામલે નિષ્ણાંતોનું માનવું છે કે ભારતમાં ભવિષ્યમાં આવનારી કોરોના લહેરનો ગંભીર પ્રભાવ પડવાની શક્યતા નહીવત છે. નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતમાં ઝડપથી થઈ રહેલું વેક્સિનેશન અને નેચરલ ઈમ્યુનિટીના કારણે આવનારા સમયમાં આવનારી કોરોના લહેરની અસર ઓછી દેખાશે.
તો કેટલાંક નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોના કેસ અને ડેથ રેટ ઓછો થયો છે. એવામાં સરકારે માસ્કમાં થોડી રાહત આપવા માટે વિચાર કરવું જાેઈએ. ભારતમાં સોમવારે કોરોનાનાં ૧ હજાર ૫૪૯ કેસ નોંધાયા છે. તો ૩૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારે ૨૫ હજાર ૧૦૬ કોરોનાનાં એક્ટિવ કેસ છે.
એક્સપર્ટ અને કોવેક્સિન ટ્રાયલનાં પ્રમુખ ડૉ. સંજય રાયે કહ્યું કે ગયા વર્ષે કોરોનાની બીજી લહેર ભારત માટે વિનાશકારી સાબિત થઈ હતી. જે ખૂબ જ દુભાગ્યપૂર્ણ હતું. પરંતુ અત્યારે આ આપણી મુખ્ય તાકાત છે. કેમ કે, નેશરલ સંક્રમણ સુરક્ષાની બેહતર અને લાંબી અવધી આપે છે. સાથે સાથે ભારતમાં મોટી સંખ્યામાં રસીકરણ થઈ રહ્યું છે.HS