વિશ્વમાં કોરોના ટેસ્ટિંગમાં ભારત પાંચમા ક્રમાંક ઉપર
નવી દિલ્હી, ભારતમાં કોરોના સામે એગ્રેસિવ ટેસ્ટિંગ ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરંતુ કુલ ૯૯ લાખથી વધુ ટેસ્ટ સાથે સૌથી વધુ ટેસ્ટિંગ કરનારા દેશોમાં ભારત ૫માં સ્થાને છે. જાકે ચીનની સરખામણીએ ભારત ૯ ગણું ઓછું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ચીન ૯ કરોડથી વધુ કોરોના ટેસ્ટ સાથે કુલ ટેસ્ટિંગમાં પહેલાં ક્રમે છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૬.૫૦ લાખને વટાવી ચૂક્યો છે, જાકે તેની સામે ૯૯ લાખથી વધુ ટેસ્ટિંગ ભારતમાં કરવામાં આવ્યાં છે. અમેરિકાએ અત્યાર સુધીમાં કુલ ૩ કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી છે, જે તેની કુલ જનસંખ્યાના ૧૦ ટકા જેટલું થાય છે, જાકે ભારતની વસ્તી અમેરિકા કરતા ૪ ગણી વધુ છે પરંતુ ચીન ભારત કરતાં વધુ વસતી ધરાવતો હોવા છતાં ૯ ગણું વધુ ટેસ્ટિંગ કરી ચૂક્યું છે. ચીન આખા વિશ્વમાં સૌથી વધુ કુલ ૯ કરોડ કોરોના ટેસ્ટિંગ કર્યું છે.
જ્યાર બાદ અમેરિકા ૩.૭૬ કરોડ સાથે બીજા, રશિયા – બ્રિટન ૨ કરોડ અને ૧ કરોડ બાદ ભારત પાંચમાં ક્રમે છે. નોંધનીય છે કે રશિયાને બાદ કરતાં અન્ય ૩ ત્રણ દેશમાં કોરોનાનું આગમન ભારત કરતા ઘણું વહેલું થયું હતું. કોરોનાની કુલ ટેસ્ટિંગમાં ચીન ૯ કરોડથી વધુ ટેસ્ટ સાથે પહેલાં ક્રમે છે, જાકે પ્રતિ ૧૦ લાખ વ્યક્તિઓ સામે કરાયેલા ટેસ્ટમાં એ ચોથાસ્થાને છે. પ્રતિ ૧૦ લાખ વ્યક્તિ સામે ૧.૧૩ લાખ કોરોના ટેસ્ટ સાથે અમેરિકા ટોચ પર છે. પ્રતિ ૧૦ લાખ વ્યક્તિ સામે ભારતમાં કોરોનાના માત્ર ૭૨૨૪ ટેસ્ટ કરવામાં આવે છે. પ્રતિ ૧૦ લાખ વ્યક્તિ સામે કોરોના ટેસ્ટની યાદીમાં અમેરિકા ટોચ પર, ચીન ચોથા ક્રમે અને ભારત ૧૩૮માં ક્રમે છે. આ શ્રેણીમાં પાકિસ્તાન ભારતથી બે ડગલાં પાછળ ૧૪૦માં સ્થાન પર છે.
ભારતમાં હાલ કોરોનાથી ૧૯,૭૦૭ દર્દીઓના મોત નીપજ્યાં છે અને વિશ્વમાં કોરોનાથી થતાં મોતમાં ભારત ૮માં સ્થાને છે. કોરોનાથી સૌથી વધુ ૧.૩૨ લાખ મોત અમેરિકામાં થયાં છે. દર ૧૦ લાખ વ્યક્તિ પૈકી ભારતમાં માત્ર ૧૪ કોરોનાથી મૃત્યુ પામે છે જ્યારે બેલ્જીયમમાં સૌથી વધુ ૧૦ લાખ લોકો સામે ૮૪૩ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામે છે. ભારતમાં હાલ કોરોના એÂક્ટવ કેસની સંખ્યા ૨.૫૦ જેટલી છે.