વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫.૬૭ કરોડ પહોંચી
વોશિગ્ટન, દુનિયામાં જયાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫.૬૭ કરોડને પાર થઇ ચુકી છે ત્યાં મૃતકોની સંખ્યા પણ ૧૩.૫૭ લાખના આંકડાને પાર કરી ચુકી છે.આ દરમિયાન અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. અહીં હોસ્પિટલોમાં પથારીઓની કમી પણ જોવા મળી રહી છે સ્થિતિને જાેતા ન્યુયોર્ક રાજયમાં સ્કુલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકામાં મૃતકોની સંખ્યા ૨.૫૬ લાખને પાર કરી ગઇ છે. જયારે ન્યુયોર્કમાં સતત સંક્રમિત વધી રહ્યાં છે તેને જાેતા મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું કે રાજયની સ્કુલ બંધ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના કેટલાક રાજયોમાં સ્થિતિ હવે કાબુ બહાર જતી જઇ રહી છે.૭૭ હજાર લોકો હાલ હોસ્પિટલમાં છે નેવાદા અને મિશિગન જેવા રાજયોમાં સ્થિતિ વધુ ખરાબ છે. કેના શહેરની હોસ્પિટલમાં દર્દી એટલા છે કે કાર પાર્કિગમાં વોર્ડ બનાવવા પડયાં.
જાપાનમાં દરરોજ કોરોનાના મામલા વધી રહ્યાં છે.તાજેતરના રિપોર્ટ અનુસાર આરોગ્ય મંત્રાલયે ૨,૧૭૯ નવા મામલાની માહિતી આપી છે જડાપાનમાં પહેલા દિવસે ૨.૦૦૦થી વધુ નવા મામલા સામે આવ્યા છે નવા મામલાની સરખામણીમાં ૧૪ નવેમ્બરે આ આંકડો ૧,૭૨૩ હતો.
આફ્રીકી મહાદ્વીપમાં કોરોનાથી ઓછામાં ઓછા અત્યાર સુધી ૨૦ લાખ લોકો સંક્રમિત થઇ ચુકયા છે.આરોગ્ય અધિકારીઓએ આંકડા પર ચિંતા વ્યકત કરતા એકવાર ફરી સંક્રમણના મામલામાં ઉછાળ આવવાની ચેતવણી આપી છે દેશના મહાદ્રીપમાં પણ કોરોનાથી ૪૮ હજારથી વધુ લોકોના મોત થયા છે.HS