વિશ્વમાં ક્યો દેશ ક્યારે કોરોનાની રસી બનાવશે ?
રશિયાએ રસી બનાવ્યાનો દાવો કરી તેને બજારમાં પણ મુકી દીધી પણ હુ એ તેની સામે લાલબત્તી ધરી છે
ભારતમાં કોરોનાની મફત રસી આપવાની જાહેરાતનો પણ વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો: અમેરિકા સહિતના વિકસિત દેશો હજુ ફાંફાં મારી રહયા છે ત્યારે ભારતમાં કોરોનાની રસી નાગરિકો સુધી પહોંચાડવાનું માળખુ તૈયાર કરાયું
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરના દેશોને પોતાના ભરડામાં લીધા છે ગંભીર બાબત એ છે કે રશિયા, ચીન, અમેરિકા સહિતના દેશોએ કોરોનાની રસી શોધી કાઢી નાંખી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે અને ટુંક સમયમાં જ કોરોનાની રસી બજારમાં આવી જશે તેવુ આશ્વાસન આપવામાં આવી રહયું છે પરંતુ લાખો નાગરિકો કોરોનાગ્રસ્ત બન્યા છતાં હજુ સુધી એક પણ દેશની રસીને માન્યતા મળી નથી.
જાેકે રશિયાએ બનાવેલી રસી તેમના દેશમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ ઉપરાંત અન્ય દેશોએ પણ ઓર્ડર આપ્યો છે. આ તમામ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિક રસીની રાહ જાેઈને બેઠો છે સદ્નસીબે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ખુબ જ ઉંચો છે પરંતુ હાલમાં સંખ્યાબંધ લોકો કોરોનાની સારવાર લઈ રહયા છે જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ૭૯ લાખની ઉપર પહોંચી ગઈ છે.
વિશ્વભરના દેશોમાં કોરોનાની મહામારીથી નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચીનની વુહાન લેબમાંથી ફેલાયેલા કોરોના વાયરસે ખુબ જ ઝડપથી અનેક દેશોને પોતાની પકડમાં લીધા બાદ હવે હટવાનું નામ લેતો નથી. વિશ્વભરમાં કોરોના મહામારીથી લાખો નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ માટે અમેરિકાએ ચીનને જવાબદાર ગણી તેની સામે લશ્કરી કાર્યવાહી કરવા સુધીની તૈયારીઓ કરી રાખી છે.
ચીન કોરોના માટે એક શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે બીજીબાજુ રશિયા સહિતના દેશોએ કોરોનાનો સામનો કરવા માટે રસી બનાવવાની કામગીરી ખુબ જ ઝડપી બનાવી છે રશિયામાં કોરોનાની રસી બનાવ્યા બાદ તેને આપવાની શરૂઆત પણ કરી દીધી છે જાેકે હુ દ્વારા હજુ રશિયાની રસીને માન્યતા આપવામાં આવી નથી.
ચીનમાં કોરોનાથી ખુબ જ વિપરિત સ્થિતિ સર્જાઈ હતી પરંતુ તે વિગતો બહાર આવી નથી. હાલમાં ચીનમાં કોરોના સંપુર્ણપણે કાબુમાં હોવાનો દાવો કરવામાં આવી રહયો છે ત્યારે બીજીબાજુ અમેરિકા સહિતના દેશોમાં કોરોના વકરી રહયો છે. સ્પેનમાં ઈમરજન્સી લાદવામાં આવી છે અને હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બનવાની દહેશત સેવાઈ રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઠંડી પડવાથી કોરોના વધુ વ્યાપક બનશે આ પરિસ્થિતિમાં ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે વૈજ્ઞાનિકોના દાવાથી સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.
કોરોનાની મહામારી ખુબ જ ઝડપથી વકરી રહી છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા ૮૦ લાખ નજીક પહોંચી ગઈ છે. ભારત દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં સૌથી વધુ કેસો નોંધાયા છે રાહતની બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહયો છે.
કોરોનાના પગલે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર સરકારે અનલોક જાહેર કરી ક્રમશઃ છુટછાટો આપતા ધંધા રોજગાર પુનઃ ધમધમતા થયા છે અને સામાન્ય નાગરિક રોજગાર તરફ વળવા લાગ્યો છે. ભારત સરકારે આપેલી છુટછાટોના પગલે હવે નાગરિકો રોજીરોટી તરફ વળતા કોરોનાનો ભય લોકોમાંથી ધીમેધીમે દુર થવા લાગ્યો છે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો દેશભરમાં કડકાઈથી અમલ કરવામાં આવી રહયો છે છુટછાટ છતાં કેસોની સંખ્યામાં થયેલા ઘટાડાથી સામાન્ય નાગરિકો પણ રાહત અનુભવી રહયા છે પરંતુ કોરોના વાયરસ ઘાતક સાબીત થઈ રહયો છે. વૃધ્ધ તથા અસાધ્ય રોગોથી પીડાતા નાગરિકો માટે કોરોના ખુબ જ ખતરનાક સાબિત થાય છે.
કોરોના સામે હળવાશથી નહી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે અને તેઓ વારંવાર આ અંગેની અપીલ કરતા રહે છે જાેકે ભારત દેશમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાની રસી અંગે ચોંકાવનારા નિવેદનો થઈ રહયા છે થોડા દિવસ પહેલાં બિહાર વિધાનસભાની ચુંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ચુંટણી ઢંઢેરા સમયે કોરોનાની રસી મફત આપવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે કોરોનાની રસી હજુ બજારમાં ઉપલબ્ધ થઈ નથી વૈશ્વિક બજારમાં પણ રસી આવી નથી ત્યારે ભારતે કોરોના રસી માટેની સંપુર્ણ તૈયારી કરી લીધી છે.
ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખુબ જ સંયમતા અને સાવચેતી પૂર્વક કોરોનાની રસી બનાવવા માટેની સઘન તૈયારી કરવામાં આવી રહી હોવાનું મનાય રહયું છે. ઓક્સફોર્ડ તથા અન્ય કંપનીઓની રસીની ટ્રાયલ હાલમાં ચાલી રહી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે કેટલીક સ્વદેશી કંપનીઓએ પણ કોરોના સામેની રસી બનાવી છે અને તેની ટ્રાયલ પણ ચાલી રહી છે. સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કોરોનાની રસી અંગે મહત્વપૂર્ણ નિવેદનો કરવામાં આવી રહયા છે તે જાેતા સ્પષ્ટપણે મનાઈ રહયંુ છે કે ભારત દેશમાં ટુંક સમયમાં જ કોરોનાની રસી ઉપલબ્ધ થશે તેવુ મનાઈ રહયું છે.
ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કોરોનાની રસી અંગે સંપુર્ણ તૈયારી કરી દેવામાં આવી છે તેનો સંગ્રહ કરવા ઉપરાંત નાગરિકો સુધી રસીને કેવી રીતે પહોંચાડવી તેનું સમગ્ર તંત્ર ગોઠવવામાં આવી રહયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહયા છે. આરોગ્ય મંત્રી સતત વડાપ્રધાનના સંપર્કમાં છે ભારતમાં કોરોના રસી અંગે ચાલી રહેલી તૈયારીની નોંધ હુ દ્વારા પણ લેવામાં આવી રહી છે આ ઉપરાંત અન્ય નામાંકિત કંપનીઓ પણ ભારત તરફ મીટ માંડીને બેઠી છે.
ભારતમાં કોરોના રસીની તૈયારી વચ્ચે મહત્વપૂર્ણ બાબત એ છે કે વિશ્વના એક પણ દેશની રસીને હજુ સુધી માન્યતા મળી નથી સૌ પ્રથમ રશિયાએ રસી શોધ્યાનો દાવો કર્યો હતો પરંતુ તેની સામે પણ હુ દ્વારા કેટલાક ચોંકાવનારા મુદ્દા રજુ કરવામાં આવ્યા હતાં. વિશ્વમાં હાલ કોરોનાની રસી ક્યો દેશ હુ ની માન્યતા પછી બજારમાં મુકશે તે અંગે ભારે ચર્ચા થઈ રહી છે. રશિયાએ કોરોના રસી બજારમાં મુકી દીધી છે અને અન્ય દેશોએ પણ રશિયાથી કોરોનાની રસીનો જથ્થો મંગાવવાની શરૂઆત કરી દીધી છે પરંતુ આ બધી બાબતોને હુ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ભારતે કોરોનાની રસી અંગે હજુ સુધી કઈ કંપની બનાવી રહી છે તે અંગે સ્પષ્ટ જણાવ્યું નથી પરંતુ ભારતમાં ટુંક સમયમાં જ કોરોનાની રસી આવશે તે નકકી છે. ચોંકાવનારી બાબત એ છે કે ભારત સરકારે કોરોનાની રસી મફત મળશે તેવી જાહેરાતથી અન્ય રાજકીય પક્ષોએ વિરોધ કર્યો છે.
કોરોનાની મહામારીમાં મફત રસી આપવી તે એક મોટી બાબત છે પરંતુ ગંદા રાજકારણના કારણે કેન્દ્ર સરકારની આ જાહેરાતને પણ રાજકારણ ગણી તેનો વિરોધ કરવામાં આવી રહયો છે. ભારત દેશમાં જ આ બાબત શક્ય બને છે અન્ય દેશોના લોકો કોરોનાની રસીની રાહ જાેઈને બેઠા છે હજુ સુધી મોટાભાગના દેશોમાં કોરોનાની રસી વગર નાગરિકો પોતાના જીવ ગુમાવી રહયા છે ત્યારે ભારત દેશમાં કોરોનાની રસી અંગેનુું સમગ્ર માળખુ ગોઠવી દેવામાં આવ્યું છે.
અમેરિકાએ પણ ટુંક સમયમાં જ કોરોનાની રસી બજારમાં આવી જશે તેવી જાહેરાત કરી છે પરંતુ આ અંગેની કોઈ નક્કર બાબત જાહેર કરવામાં આવી નથી. હાલમાં વિશ્વભરના દેશોમાં આરોગ્ય ક્ષેત્રે કોરોનાની રસી બનાવવાની કામગીરી ખુબ જ ઝડપથી થઈ રહી છે પરંતુ કયો દેશ ક્યારે રસી બજારમાં મુકશે તે અંગે આશંકા સેવાઈ રહી છે.