વિશ્વમાં દર મિનિટે ૧૧ના ભૂખમરાથી મોત થાય છે
નવી દિલ્હી: દુનિયામાં ભૂખમરાનુ સંકટ ઘેરુ બની રહ્યુ છે અને ભોજનના અભાવે મોતને ભેટતા લોકોની સંખ્યા વધી રહી છે. ગરીબી દુર કરવા માટે કામ કરતા સંગઠન ઓક્સફેમનો દાવો છે કે, દુનિયામાં દર ૧ મિનિટે ૧૧ વ્યક્તિના ભૂખમરાના કારણે મોત થયા છે.એક વર્ષ દરમિયાન દુનિયામાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરનારા લોકોની સંખ્યામાં ૬ ગણો વધારો થયો છે. પોતાના રિપોર્ટમાં આ સંસ્થાએ કહ્યુ છે કે, કોરોના કરતા ભૂખમરાના કારણે મરનારા લોકોની સંખ્યા વધી રહી છે.કોરોનાના કારણે દુનિયામાં દર એક મિનિટે સાત લોકોના જીવ જાય છે.જ્યારે ભૂખમરાના કારણે દર મિનિટે ૧૧ લોકો મોતને ભેટે છે.આ આંકડા હેરાન કરનારા છે પણ આપણે ભુલવુ જાેઈએ નહીં કે આ આંકડા એવા લોકોના કારણે સર્જાયા છે જેઓ અકલ્પનીય દુખમાંથી પસાર થઈ રહ્યા છે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, દુનિયામાં ૧૫ કરોડ લોકો ભોજનની અસલામતીના સંકટનો સામનો કરી રહ્યા છે.ગયા વર્ષ કરતા આ આંકડો બે કરોડ વધારે છે.આ પૈકીના બે તૃતિયાંશ લોકો ભૂખમરાનો શિકાર બનેલા છે
તેનુ કારણ છે તે તેમના દેશોમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ.કોવિડના કારણે આર્થિક અસર, સૈન્ય સંઘર્ષ અને ક્લાઈમેટ ચેન્જના કણે ૫.૨૦ લાખથી વધારે લોકો ભૂખમરાની કગાર પર છે. દરમિયાન કોરોના મહામારી વચ્ચે પણ દુનિયાભરમાં સૈન્ય પર થતો ખર્ચ ૫૧ અબજ ડોલર વધ્યો છે.આ રકમ ભૂખમરો ખતમ કરવા માટે યુએનને જેટલી રકમની જરુર છે તેના કરતા છ ગણી વધારે છે.
આ રિપોર્ટમાં જે દેશોને ભૂખમરાથી પ્રભાવિત લિસ્ટમાં રાખવામાં આવ્યા છે તેમાં અફઘાનિસ્તાન, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થાય છે.
ઓક્સફેમનુ કહેવુ છે કે, ભૂખમરાને યુધ્ધના હથિયાર તરીકેઉપયોગમાં લેવામાં આવી રહ્યુ છે.જે દેશો ભૂખમરાથી પ્રભાવિત છે તે તમામ દેશોમાં સૈન્ય સંઘર્ષ ચાલી રહ્ય છે.બજારો પર બોમ્બ ફેંકાય છે અને ખેતીને નષ્ટ કરવામાં આવી રહી છે.આ સંઘર્ષોને રોકવાની જરુર છે.