વિશ્વમાં પ્રતિવર્ષ અંદાજે ૧.૮ કરોડ લોકો હૃદય સંબંધિત બીમારીઓથી મૃત્યુ પામે છે
૨૯ સપ્ટેમ્બર – વિશ્વ હૃદય દિવસ (World heart day) નિમિત્તે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન
હૃદય એ આપણા શરીરનું મુખ્ય અંગ છે. એક અર્થમાં શરીરનું ચાલક બળ છે. આપણી બેદરકારી કે અયોગ્ય જીવન પદ્ધતિને પગલે હ્રદય રોગ જેવી બીમારીઓ ઊભી થાય છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં પ્રતિવર્ષ ૧૭.૯ મિલિયન (1.8 કરોડ) લોકો હૃદયરોગ (heart attack) અથવા તે સંબંધિત બિમારીઓને કારણે મૃત્યુ પામે છે. આ અંગેની જાગૃતિ ફેલાવવા પ્રતિવર્ષ ૨૯ સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવાય છે.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા યુ. એન. મેહતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (U. N. Mehta Institute of cardiology and research centre, Ahmedabad) અમદાવાદ દ્વારા દર વર્ષે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન (public awareness programme) કરવામાં આવે છે જે અંતર્ગત તા. ૨૯/૦૯/૨૦૧૯ ના રોજ ૦૯:૩૦ કલાકે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર (gujarat university concention centre) ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે વિશ્વ હૃદય દિવસની થીમ ‘બી એ હાર્ટ હીરો’ છે જેના અનુસંધાનમાં આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં માનનીય આરોગ્ય (રાજ્યકક્ષા) મંત્રી શ્રી કિશોર કાનાણી Kishor Kanani, ડૉ. જયંતિ રવિ (Dr. Jayanti Ravi), આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયપ્રકાશ શિવહરે (Jayprakash Shivhare), વિગેરે ગણમાન્ય વક્તાઓ પોતાના મંતવ્યો રજૂ કરશે. ઉપરાંત હૃદય અંગેનું માહિતીસભર પ્રદર્શનનું આયોજન પણ કરેલ છે એમ યુ. એન. મેહતા ઇન્સ્ટિટયુટની અખબારી યાદીમાં જણાવાયું છે