વિશ્વમાં સૌથી વધુ ભારતમાં રિકવર થયા ૪૩ લાખથી વધુ કોરોના પીડિત

નવી દિલ્હી, કોરોના કે પછી આરોગ્યની દ્ષ્ટિએ ભારત વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં ૪૩ લાખથી વધુ લોકો સાજા થયા છે ભારતની રિકવરી એ વૈશ્વિક રિકવરીના ૧૯ ટકા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં એન્ટિ કોવિડ ૧૯ રસીના વૈશ્વિક રોગચાળા અંગે હર્ષવર્ધને કહ્યું કે વિશ્વમાં ૧૪૫ એન્ટી કોવિડ ૧૯ રસીઓ પૂર્વ કિલનિકલ મૂલ્યાંકનના સ્તરે છે અને તેમાંથી ૩૫ ક્લિનિકલ ટ્રાયલ ચલાવી રહી છે તેમણે કહ્યું કે ભારતમાં ૩૦ રસીઓને ટેકો આપવામાં આવ્યો છે જે વિકાસના વિવિધ તબક્કે છે તેમાંથી ત્રણ રસીના અજમાયશના પ્રથમ બીજા અને ત્રીજા તબક્કામાં છે ચાર રસી પૂર્વ કિલનિકલ મૂલ્યાંકનના અદ્યતન તબક્કામાં છે.
![]() |
![]() |
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસીનો વિકાસ પ્રગતિમા ંછે પરંતુ તે આવે ત્યાં સુધીમાં બે ગજા સહિતની સામાજિક અંતર જ રસી છે હર્ષવર્ધને કહ્યું કે વાયરસના સંશોધન માટે ૨૦૦૦થી વધુ વાયરસની જીનોમ શ્રેણી તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત ૪૦ હજાર વાયરસના સેમ્પલોની ડિપોઝીટરી પણ કરવામાં આવી છે તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં ૧૧૦ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવામાં આવ્યું છે હર્ષવર્ધને કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાદવાના સરકારના બોલ્ડ નિર્ણયને અમલમાં મુકતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર જનતા કરફયુ નું પાલન કરતા લોકો આ રોગચાળા સામે ભારતમાં એક સાથે ઉભા હોવાનો પુરાવો છે.
એક સમય એવો હતો જયારે પીપીઇ કીટ્સનું સ્વદેશી ઉત્પાદન થતુ ન હતું આજે તે આ દિશામાં આત્મનિર્ભર છે તેમણે કહ્યું કે આજે રોજ ૧૦ લાખથી વધુ કીટ બનાવવાની ક્ષમતા પહોંચી ગઇ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લોકડાઉન અવધિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સમય દરમિયાન રાજયોને સમર્થન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે ૧૭ હજાર સમર્પિત કોવિડ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં ૧૭૭૩ કોવિડ તપાસ કેન્દ્રો બન્યા હતા હર્ષવર્ધને કહ્યું કે દેશમાં ૬.૩૭ કોવિડ ૧૭ તપાસ થઇ છે જયારે આજે પણ ૧૨ લાખ પરીક્ષણો થાય છે.HS