વિશ્વમાં 52 ટકા પીવાના પાણીનું વૉટર ટ્રીટમેન્ટ થતુ જ નથી
પ્રદુષણની માત્રા ઘટાડવા ૮૦ ટકા વેસ્ટ પાણીનું ટ્રીટમેન્ટ કરવું જરૂરીઃ વિશ્વમાં ૧ અબજથી વધુ લોકોને રોજ પીવાનું શુધ્ધ પાણી મળતુ જ નથી!!
(એજન્સી) વૉશિગ્ટન, આર્થિક પ્રગતિ અને વિકાસ દુનિયામાં ભલે વધતો જતો હોય પરુતં પીવાના પાણી જેવી પાયાની સમસ્યા હજુ પણ ઉકેલાઈ નથી. વિશ્વમાં દર વર્ષે ૩પ૯૦૦ ક્યુબિક મીટર વેસટ પાણી પેદા થાય છે. જે ૧૪.૪ કરોડ ઓલિમ્પિક આકારના સ્વિમિિંગ પુલ જેટલું છે.
અમેરીકાની યુટ્રેક્ટ કોલંબિયા યુનિવર્સિટી અને સંયુક્ત રાષ્ટ્રના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી મુજબ દુનિયામાં માત્ર ૪૮ ટકા જેટલા વૉટરનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને પર ટકા વેડફાઈ જાય છે. ઘર વપરાશ અને ઉદ્યોગ કારખાનાઓમાં વપરાતા પાણીનો જાે ફરી ઉપયોગ કરવામાં આવશે નહીં તો જમીન પ્રદુષણ ખતરનાક હદે વધી જશે. એવી ચેતવણી આપવામાં આવી છે.
આથી જાે પ્રદુષણની માત્ર ઘટાડવી હોય તો ૮૦ ટકા વપરાયેલા પાણીની ટ્રીટમેન્ટ કરીને ફરી ઉપયોગ શરૂ કરવો પડે.ે ખાસ કરીને ભારત અને ચીન જેવા વિકાસશીલ દેશો જે વધુ વસ્તી ધરાવે છે અને ભવિષ્યમાં પણ વસ્તી વધતી જવાની છે તે વૉટર ટ્રીટમેન્ટમાં ઘણા પાછળ છે. વિકાસશીલ દેશોમાં આંતર માળખાકીય સુવિધાઓ અને વિવિધ વિકાસ યોજનાઓ ચાલતી હોવાથી જળપ્રદુષણ વધતુૃ જવાનું છે. જે માનવ સ્વાસ્થ્ય માટે અનેે પર્યાવરણ બંન્ને માટે ખતરા સમાન છે. વેસ્ટ પાણીનો ફરી ઉપયોગ કરવાથી પીવાના પાણીનું સંકટ ઓછું થઈ શકે છે.
વિશ્વમાં ૧ અબજથી વધુ લોકોને રોજ પીવાનું શૃધ્ધ અને પૂરતુ પાણી મળતુ નથી. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં વેસ્ટ પાણીનો ઉપયોગ સિંચાઈ કરવા માટે વ્યાપક પ્રમાણમાં થાય છે. જાે પાણી કેમિકલ કે ઝેરી રસાયણવાળુ ન હોય તો તેના વનસ્પતિના વિકાસમાં વેસ્ટ પાણી કામ લાગે છે.
આ રીતે પણ પાણીનો માત્ર ૧૧ ટકા જ ઉપયોગ થાય છે. આ અંગેનું સંશોધન જર્નલ અર્થ સિસ્ટમ સાયન્સ ડેટામાં પ્રકાશિત થયુ છે. ભારતની વાત કરીએ તો કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના વર્ષ ર૦૧પના રીપોર્ટમાં દર્શાવાયુ હતૃ કે દરરોજ રર૯૬૩ મીલીીયન લીટર પાણી પુર્ન ઉત્પાદિત કરી શકાય છે એટલું જ નહીં ભારતમાં રોજ અંદાજેે ૬૧૭પ૪ જેટલો એમએલડી સીવેઝ પેદા થાય છે.