Western Times News

Gujarati News

વિશ્વસ્તરે કોરોના વેક્સીનેશનનો પ્રોગ્રામ ભારત વગર શક્ય જ નથીઃ નિષ્ણાંતો

નવી દિલ્હી, દુનિયાભરમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.

બીજી તરફ આખી દુનિયામાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી પર અંકુશ મેળવવા માટે પણ વેક્સીનેશન પ્રોગ્રામ એકસાથે દુનિયાભરમાં ચલાવવના ભલામણ કરવામાં આવી રહી છે. એવામાં ભારત તરફ દુનિયાના તમામ દેશો આશાભરી નજરે જોઇ રહ્યા છે. કોરોના વેક્સીનની વાત કરીએ તો ભારતમાં બે વેક્સીન કેન્ડિડેટ હ્યુમન ટ્રાયલમાં છે, વિશ્વસ્તરે જરુરિયાત અને વસતીને લીધે ભારત આશરે 3 અબજ જેટલી વેક્સીન તૈયાર કરી રહ્યુ છે. જેમાંથી 2 અબજ વેક્સીન નિકાસ કરવામાં આવે છે. દુનિયાભરની દરેક ત્રણ વેક્સીનમાંથી એક વેક્સીન ભારતમાં બનેલી હોય છે.

કોરોના વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયામાં વિશ્વમાં અત્યાર સુધી 11 વેક્સીન હ્યુમન ટ્રાયલ સુધી પહોંચી છે. જેમાંથી બે ભારતમાં છે. ભારતની બે કોરોના વેક્સીન કેન્ડિડેટ COVAXIN અને ZyCov-D છે. ભારત બાયોટેક COVAXIN વેક્સીનના હ્યુમન ટ્રાયલની પ્રક્રિયામાં છે, સાથે-સાથે Zydus Cadila પણ એની ZyCov-D કોરોના વેક્સીનના હ્યુમન ટ્રાયલ પર છે. આ સિવાય ભારતની છ અલગ અલગ ફાર્મા કંપનીઓ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કોરોના વેક્સીન તૈયાર કરવામાં આગળ વધી રહી છે.

વાસ્તવમાં ભારતમાં વૈક્સીનનું ઉત્પાદન સૌથી વધારે પ્રમાણમાં થાય છે અહીં માસ પ્રોડક્શનને લીધે અન્ય દેશોની સરખામણીએ વેક્સીન સસ્તા દરે તૈયાર થાય છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દુનિયાભરમાં સૌથી વધારે 1.5 અબડ વેકીસન ડોઝનુ ઉત્પાદન કરે છે અને 165 દેશોમાં સપ્લાય કરે છે. તેના ઉત્પાદનની 80 ટકા વેક્સીન નિકાસ કરતી સીરમ સૌથી સસ્તી વેક્સીનનુ ઉત્પાદન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.