વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે પ્રદૂષિત નદી
વડોદરા, વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરી રહેલા વડોદરા કોર્પોરેશન સામે આકરા પાણીએ થયું છે. વડોદરા કોર્પોરેશન દૂષિત પાણી ઠાલવવાનું અટકાવે નહિ તો કાયદાકીય પગલા લેવા જીપીસીબીએ વડોદરા કોર્પોરેશનને નોટિસ ફટકારી છે.
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વડોદરા કોર્પોરેશન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનુ ઉલ્લંઘન કરીને નદીમાં સુએજનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી અને ડ્રેનેજનું પાણી ઠાલવી રહ્યું છે. કોર્પોરેશનના ૯ એસટીપી પ્લાન્ટમાંથી સાત પ્લાન્ટ ક્ષતિયુક્ત છે, તેમ છતાંય તેનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે.
જે જીપીસીબીની તપાસમાં ખુલાસો થયો હતો. ત્યારબાદ હવે જીપીસીબીએ વડોદરા કોર્પોરેશનને નોટિસ ફટકારી છે અને વિશ્વામિત્રીને પ્રદુષિત થતી અટકાવવાની જાે કાર્યવાહી નહીં કરાય તો ય્ઁઝ્રમ્ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરશે એવું નોટિસમાં જણાવવામાં આવ્યુ છે.