વિશ્વા સર્જીકલ હોસ્પિટલ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

વિશ્વા સર્જીકલ હોસ્પિટલ બાયડ ખાતે અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે ભારત સરકાર ના સામજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને કંપોઝિટ રીજીનલ સેન્ટર અમદાવાદ તેમજ જાયન્ટસ ગ્રુપ બાયડ ના સયુંકત ઉપક્રમે ડૉ. મિનેષભાઈ ગાંધી સાહેબ ના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
આ કીટ માં ૬ થી ૧૨ વર્ષ ના મનો દિવ્યાંગ બાળકો ને બૌધિક વિકાસાત્મક દિવ્યાંગ બાળકો માટે બેઇજીક કીટ આપવામા આવી હતી. જેમા મનો દિવ્યાંગ બાળકો નો બૌધિક વિકાસ સરળતાથી થઇ શકે. આ કીટ મા ટોટલ ૨૮ પ્રકાર ના જુદા જુદા સાધનોની એક કીટ આપવામાં આવી હતી.
અને એક શ્રવણમંદ બાળકને હિયરિંગ એડ આપ્યું હતું. આ કાર્યક્રમમા જાયન્ટસ ગ્રુપ ના હોદેદારો પૂર્વ પ્રમુખ ડૉ. બી પી ચૌધરી સાહેબ, NCF ધર્મેશ સોની, ફેડરેશન ઓફિસર કુમુદભાઈ ભાવસાર, યુનિટ ડાયરેક્ટર ગિરીશભાઈ પટેલ, જાયન્ટસ મંત્રી શૈલેષ ભાટિયા , પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ તેમજ ઇન્ડિયન રેડક્રોસ બાયડ ના દેવચંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સેવાભાવી શ્રી જે. પી. સોલંકી અને જલ્પેશ સોલંકી ધ્વારા કરવામાં આવ્યુ હતું.

દિલીપ પુરોહિત. બાયડ