“વિશ્વ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે” નિમિતે “ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લો” વિષય પર વેબિનાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/SSIP_MAIN-copy-1024x768.jpg)
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે સાથે વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે વિધાર્થીઓ અને શિક્ષકોમાં પેટન્ટ વિશે જાગૃત્તા આવે તથા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ના વિવિધ કાયદાઓ વિશે માહિતી મળી રહે
તે હેતુથી સ્પેક એજ્યુકેશન કેમ્પસના એસ.એસ.આઈ.પી.સેલ. દ્વારા “વિશ્વ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે” નિમિતે “ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લો” વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારના મુખ્ય અતિથિ તરીકે એડવોકેટ શ્રી. શમાકાન્ત સાહેબરાવ પાટીલને આમંત્રિત કરવામાં આવ્યા હતા કે
જેઓ ઈન્ફીનવેન્ટ આઈ. પી. વડોદરામાં પોતાની સેવા આપી રહ્યા છે . તેઓએ આઈ.પી.એટલે શું ? ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ના જુદા જુદા કાયદાઓ અને વિવિધ ઉદાહરણો દ્વારા આ વેબિનારને રસપ્રદ બનાવ્યો હતો. આ ઉપરાંત પેટન્ટ ફાઈલ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે પણ જ્ઞાન પીરસ્યું હતું. આ વેબિનારને સફળ બનાવવા માટે સ્પેક , એજ્યુકેશન કેમ્પસ સ્થિત એસ. એસ. આઈ. પી. સંયોજક પ્રો. મિહિર રાજ્યગુરુ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરોક્ત પ્રવૃત્તિની સફળતા માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ , ધર્મેશ પટેલ , વિકાસ પટેલ , બ્રિજેશ પટેલ , ભાવિન પટેલ અને વિવિધ વિભાગોના ડાઈરેક્ટરશ્રીઓ અને આચાર્યશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.