Western Times News

Gujarati News

વિશ્વ ઉમિયાધામમાં પાટોત્સવ સમારોહ 1000 કરોડની ઉમાછત્ર યોજના જાહેર

આગામી સમયમાં ૧ લાખ પાટીદાર પરિવારોને સુરક્ષિત કરાશે

(એજન્સી) અમદાવાદ, અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામ સંકુલ ખાતે પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી તા.ર૮મી ફબ્રુઆરીએ કરવામાં આવી હતી. જેમાં હજારો પાટીદારો અને ભક્તોએ ભાગ લીધો હતો. ખાસ કરીને રાજયના ડેપ્યુટી સીઅમ નીતિન પટેલ પણ જગતજનની મા ઉમિયાની મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગત વર્ષે ર૮-ર૯ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ મા ઉમિયાના ૪પ૧ ફુટ ઉંચા મંદિરનો શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ ગયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજના ૧૦૦ જરૂરીયાતમંદ પરિવારની દિકરીઓને વિનામૂલ્યે લગ્ન કરાવશે. પાટીદાર સમાજની સુરક્ષા માટે ૧ હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત પણ કરાઈ હતી.

પ્રથમ પાટોત્સવના દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૦ થી વધુ પગપાળા સંઘ સરદારધામ ખાતે મા ઉમિયાની પાલખી યાત્રામાં જાેડાયા હતા. વિશેષ રૂપે પાટોત્સવ સમારોહમાં સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે સમસ્ત પાટીદાર સમાજની સુરક્ષા માટે ૧ હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત કરી હતી.

જેમાં આવનાર સમયમાં ૧ લાખ પાટીદાર પરિવારોને સુરક્ષિત કરાશે. સ્મૃતિ મંદિરના પાટોત્સવ નીમિતે સાંજે ૬.૩૦ કલાકે ૧૦૦૮ દીવડાની મહાઆરતીનંુ આયોજન કરાયુ હતુ. જેમાં હજારોની સંખ્યામાં મા ઉમિયાના ભક્તોએ માતાજીની આરતી કરી સમગ્ર પરિસરને ભાવવિભોર કરી દીધું હતુ. પાટોત્સવની રાત્રે વિશ્વ ઉમિયા સંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.