વિશ્વ ઉમિયાધામ મંદિરના દ્વિતીય પાટોત્સવમાં ૪ કરોડના દાનની જાહેરાત

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના જાસપુર ખાતે નિર્માણધીન વિશ્વ ઉમિયાધામ મંદીરનો સોમવારના રોજ દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. આ પાટોત્સવમાં રૂા.૪ કરોડના નવા દાનની જાહેરાત પણ થઈ હતી. નવચંડી મહાયજ્ઞમાં ૧ર પરીવારોએ લાભ લઈ મા ઉમિયાના આર્શીવાદ મેળવ્યાં હતા.
સાથે સાથે જગત જનની મા ઉમિયાને પ૬ ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો અને સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતી થઈ હતી. ધર્મસભામાં આધ્યાત્મિક કાર્યક્રમની સાથે સાથે વિશ્વભરમાં માં ઉમીયાની આસ્થાને ઉજાગર કરવાના લક્ષ્ય સાથે યૂથ કાઉન્સીલની રચના પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંગઠન કમીટીના હોદેદારોએ પદભાર પત્ર પણ એનાયત કરાયાં હતાં.