વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જિલ્લાના નિષ્ણાંત ડોકટરો જાેડાયા અભિયાનમાં
ચકલીઓનુ અસ્તિત્વ ટકાવી રાખવા બામણા – પુનાસણમા મહિલા કર્મયોગી ઇન્દુ પ્રજાપતિ ૭ વર્ષથી માળા કુંડાનું વિતરણ કરે છે
(પ્રતિનિધિ) બાયડ, કવિ ઉમાશંકર જાેષી ની જન્મ ભૂમિ બામણા પુનાસણ ખાતે શ્રવણ સુખધામ સંસ્થા ના આધસ્થાપક શ્રીમતી ઇન્દુ પ્રજાપતિ દ્રારા છેલ્લા ૭ વષૅ થી ચકલીઓ નું અસતિત્વ ટકાવી રાખવા જાગૃતિ લાવવાના ભાગરૂપે વષૅ ના ૩૬૫ દિવસ માટીના માળા અને પાણીના કુંડા કુંડા નું ચકલીઓ માટે વિતરણ કરે છે આ અભિયાન માં જીલ્લાના નિષ્ણાંત ડોકટરો શ્રીઓ પણ જાેડાયા છે જેમાં ડો.પરીક્ષીત ગોસ્વામી.સા.ડાયાબિટીસ સ્પેશ્યલીસ્ટ ડો.રણછોભાઈ પટેલ સા.ડો નિલમ પટેલ ડેન્ટલ અને ડો.જવ્પેશ પટેલ બેબીકેર હોસ્પિટલ પણ આ અભિયાન માં સહભાગી બન્યા છે
વિહંગ નો વિસામો અભિયાન ચલાવી રહેલ ઇન્દુ પ્રજાપતિ એ જણાવ્યું છે કે અબોલ જીવ ને આહાર આશરો અને પાણી આપવું આપણો માનવ ઘમૅ છે કોઈ ને મદદરૂપ ન થઈએ તો વાંધો નહીં પરંતુ અબોલ જીવની તો સેવા અવશ્ય કરવી જાેઈએ લુપ્ત થતાં સોહામણું પક્ષી ચકલીઓને ને ઘરમાં સંકુલમાં બાગ બગીચા સુરક્ષીત સ્થાન મળે તો લુપ્ત થઈ રહેલ આ પ્રજાતિને બચાવવા આ અભિયાન ચાલી રહ્યું છે શાળા કોલેજના વિદ્યાર્થીઓ ને માહિતી આપી કુંડા અને માળાનું વિતરણ કરાય છે અત્યાર સુધીમાં ૧ લાખ ૨૦ હજાર માટીના પક્ષીઘર અને પાણીના કુંડા નું વિતરણ થઈ ચૂક્યું છે વૃક્ષો ઘટી રહ્યાં છે ત્યારે સોહામણું પક્ષી ચકલી શહેરોમાં હવે જાેવાપણ મળતું નથી ત્યારે માટીના માળા ઘરે ઘરે બાંધીને ચકલીઓ ને બચાવાનુ સેવાયજ્ઞ ઇન્દુ પ્રજાપતિ કરી રહ્યા છે
આ ચકલી બચાવો અભિયાન ને વેગવંતુ બનાવવા માટે લોકસાહિત્યકાર અને લોક ગાયિકા કુમારી કિરણ પ્રજાપતિ રાજકોટ કમલેશ પ્રજાપતિ માયાભાઈ આહીર હેમંત ચૌહાણ રશમીતાબેન રબારી દેવીકાબેન રબારી વનિતા બેન પટેલ રાજભા ગઢવી ગીર હીરજી મેકસ માનસી કુમાવત સંદિપ જે.ડી મોટીવેશનલ સ્પીકર ખુશ્બુ આસોડીયા વગેરે પૌતાની શૈલીમાં વીડિયો બનાવી સોહામણું પક્ષી ચકલીને બચાવવા માનવ સમુદાય ને સંદેશો પાઠવ્યો છે….ચકલી માનવ સમુદાય માં વસવાટ કરનારું પક્ષી છે…??