વિશ્વ ટીબી દિવસની સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતે ઉજવણી
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ૨૪ માર્ચ થી ૧૩ એપ્રિલ સુધી ૨૧ દિવસીય ટીબીની વિવિધ સેવાઓ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના વિવિધ વિસ્તારોમાં સાંકળવાનું અભિયાન શરૂ થયું
જેમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતેથી જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગરૂપે રેલી કાઢીને જનજાગૃતિ કરવામાં આવી પ્રસંગે માનનીય કલેક્ટર શ્રી ડો નરેન્દ્ર કુમાર મીણા તથા અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો આર જી શ્રીમાળી મારફતે લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું
જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો આશિષ નાયક ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્ષય ના જનજાગૃતિ અભિયાન અંગે ટોપી ટીશર્ટ અને પેન બાળકોને વિતરણ કરવામાં આવ્યું માનનીય કલેકટર શ્રીએ સાથોસાથ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ ની પણ મુલાકાત લીધી.
ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગો જેવા કે ઓ.પી.ડી વિભાગ ઇન્ડોર વિભાગ ડીલેવરી વિભાગ એન.બી.એસ.યું અને સી.એમ.ટી.સી ની મુલાકાત લીધી અને અંતે સફળ આયોજન માટે સૌ આરોગ્ય સ્ટાફને કલેક્ટરે શુભેચ્છાઓ પાઠવી હતી