Western Times News

Gujarati News

સરદારકૃષિનગર ખાતે વેબીનાર સિરીઝ, પર્યાવરણ ક્વિઝ અને વૃક્ષારોપાણ કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો,પાલનપુર) ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર હસ્તકની વિવિધ મહાવિધાલય દ્વારા અને તેમના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ વિષય પર વેબીનાર સિરીઝ, પર્યાવરણ ક્વિઝ અને વૃક્ષા રોપાણ કાર્યક્રમો કરવામાં આવેલ હતા. ભારત સરકારના હ્યૂમન રિસોર્સની મહાત્મા ગાંધી નેશનલ કાઉનશીલ ઓફ રૂરલ એજ્યુકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજયુકેશન, ન્યુ દિલ્હીની સૂચના મુજબ અને યુનિવર્સિટી એન.એસ.એસ.યુનિટના સહકારથી ટાઈમ ફોર નેચર મુખ્ય થીમ હેઠળ સ્વચ્છતા, જળ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર પાવર, વૃક્ષારોપાણ જેવા વિવિધ વિષય પર દરેક મહાવિધાલયોએ અલગ-અલગ ૧૫ જેટલા વેબીનારનું આયોજન કરેલ અને યુવાનોને પર્યાવરણની રક્ષા કરવા વૃક્ષારોપણ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ પ્રત્યે જાગૃત કરેલ. આ વેબિનાર સિરીઝમાં અંદાજિત કુલ-૧૦૦૦ વિધાર્થી/વિધાર્થીનીઓ અને પ્રાધ્યાપકશ્રીઓએ ભાગ લીધેલ.

આ વેબિનરોમાં તજજ્ઞ તરીકે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને બહારના નિષ્ણાંતોએ વિષય અનુરૂપ પ્રવચન આપ્યું હતું. દરેક મહાવિધાલયના એન.એસ.એસ. ઓફિસર દ્વારા આ વેબીનાર થયેલ. આ ઉપરાંત નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ વિભાગ, ઓજસ ટ્રસ્ટ, પાલનપુર તથા સ્નેહ ફાઉન્ડેશન, ગાંધીનગરના સયુક્ત ઉપક્રમે રોલ ઓફ યૂથ ફોર સસ્ટેનિંગ એનવાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટીઃ પોસ્ટ કોવિડ-૧૯ વિષય પર રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવેલ.

આ વેબિનરનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિશ્રી ડા. આર. કે. પટેલે કરેલ અને તેઓએ તેમના વક્તવ્યમાં કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં જે પર્યાવરણ શુદ્ધ થયેલ છે તે જણાવેલ અને આફતને અવસરમાં બદલી તે પ્રકારની રહેણી કરણી, વૃક્ષ જાળવણી, જળનું જતન વગેરે પર્યાવરણલક્ષી વિષયોનું મહત્વ યુવાનોને સમજાવ્યું હતું અને તેઓએ યુવાનોને વૃક્ષવાવવા, જળ સંરક્ષણ અને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા હતા અને આ અંગે પર્યાવરણની જાળવણી અને જતન માટે યુવાનોએ આગળ આવવું જ પડશે એવું ભારપૂર્વક જણાવ્યુ હતું.

આ વેબીનારમાં શ્રી વિનય ત્રિવેદી, સ્નેહ ફાઉન્ડેશન, ગાંધીનગર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ડેવલોપમેન્ટ ઓફ યૂથ વિષય પર વ્યાખ્યાન આપેલ. ડા. જે. એસ. જાટ, સહ સંશોધન વૈજ્ઞાનિકે એન્વાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટી વિશે માહિતી આપેલ તથા ડા. પ્રજ્ઞેસ પટેલ, મદદ. પ્રાધ્યાપકે યુવાનો, પર્યાવરણ અને બાયોડાયવર્સિટી વિષય પર વ્યાખ્યાન આપેલ. આ રાષ્ટ્રીય વેબીનાર ડા. કે. પી. ઠાકર, નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ, ઓજસ ટ્રસ્ટના સુરેખાબેન જાની અને સ્નેહ ફાઉન્ડેસનના શ્રી જનક સાધુના માર્ગદર્શન અને સહકારથી સંપન્ન થયેલ હતો.

આ વેબીનારમાં છત્તીશગઢ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાત રાજયના અંદાજિત ૧૫૦થી વધારે સ્વયંસેવકો જોડાઈ પર્યાવરણની રક્ષાના શપથ લીધેલ. સમગ્ર વેબિનારનું સંચાલન કુ.દેવાંશી જોશી અને ડા. એસ. પી. પંડયાએ કરેલ. યુનિવર્સિટી ખાતેની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિ. મહાવિધાલય દ્વારા બાયોડાયવર્સિટી ઇન ટાઈમ્સ ઓફ કોવિડ-૧૯વિષય પર એક વેબીનારનું આયોજન કરેલ. જેમાં વિધાર્થીઆૅએ ભાગ લીધેલ. જેમાં ડા. સરિતાદેવીએ પર્યાવરણ રક્ષણ માટેની ઉપયોગી માહિતી આપેલ હતી.

જેમાં મહાવિધાલયના આચાર્યશ્રી ડા. જી. કે. સક્સેના અને યુનિવર્સિટીના કુલપતિશ્રી ડા. આર. કે. પટેલે પર્યાવરણ જાગૃતિ વિશે જાણકારી આપેલ. હોમ સાયન્સ મહાવિધાલય દ્વારા પર્યાવરણ વિષય પર ઓનલાઈન ક્વિઝનું આયોજન કરેલ તેમાં યુનિટ અને બહારની યુનિવર્સિટીના કુલ-૮૫ વિધાર્થી-વિધાર્થિનીઓએ ભાગ લીધેલ વિજેતાઓને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે. કૃષિ યુનિવર્સિટી હસ્તકના થરાદ, જગૂદણ, ખેડબ્રહમા, ડીસા અને અમીરગઢ કોલેજોમાં અધિકારીગણ દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમ કરવામાં આવેલ તથા સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ ખાતે નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ દ્વારા એગ્રો ફોરેસ્ટ્રિ વિભાગના સહકારથી કરવામાં આવેલ વૃક્ષારોપાણ કાર્યક્રમમાં માનનીય કુલપતિશ્રી ડા. આર. કે. પટેલ તથા યુનિવર્સિટી અધિકારીઓ, તમામ મહાવિધાલયના ડિનો ઉપસ્થિત રહીને વૃક્ષરોપાણ કરેલ. યુનિવર્સિટીના આ વિવિધ કાર્યક્રમોમાં માનનીય કુલપતિ ડા. આર. કે. પટેલ, નિયામક, વિધાર્થી કલ્યાણ ડા. કે. પી. ઠાકર અને વિવિધ મહાવિધાલયના આચાર્યશ્રીઓ, એસ.આર.સી. ચેરમેન તથા એન.એસ.એસ. ઓફિસરોએ સફળતા પૂર્વક આયોજન કરેલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.