વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી
આજે ૨૫ એપ્રિલ, વિશ્વ મેલેરીયા દિવસ છે. વર્ષ -૨૦૨૨ માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ” વિશ્વ મેલેરીયા દિવસ “નું થીમ ” વૈશ્વિક મેલેરીયા રોગનું પ્રમાણ ઘટાડવા અને માનવ જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ. ” છે.
જે અંતર્ગત જાહેર જીવનમાં લોકજાગૃતિનો બહોળો ફેલાવો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૩૦ સુધી મેલેરીયા મુક્તિનું લક્ષ્ય પ્રાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવેલ છે.
જે બાબતે આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરસપુર વોડૅમાં આંબલીવાડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા મેલેરીયા જાગૃતિનો કાયૅક્રમ અને મચ્છરદાની વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.