Western Times News

Gujarati News

વિશ્વ યોગ દિવસની રાજયભરમાં ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના નિવાસસ્થાને યોગ કર્યા હતા

ગાંધીનગર, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા યોગ આવશ્યક છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.ર૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની હાંકલ કરતા મોટાભાગના દેશો છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં જાેડાયા છે. ગુજરાતમાં સોમવાર તા.ર૧મી જુન વિશ્વ યોગ દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યોગ બોર્ડના સભ્યો સાથે યોગ કર્યા હતા.

વિશ્વ યોગ દિવસની ઉજવણીની રાજયભરમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિવિધ સંગઠનો તથા આગેવાનો દ્વારા રાજયભરમાં યોગ દિવસની ઉજવણી માટે છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી કરવામાં આવતી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી સમગ્ર દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ બનાવનાર પ્રથમ રાજય બન્યું છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજયમાં યોગ ના પ્રચાર માટે આયોજનબદ્ધ રીતે ચાલુ વર્ષે ર૧ હજાર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે.

સોમવાર તા.ર૧મી જુનના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યોગ બોર્ડના સભ્યો સાથે તેમના નિવાસસ્થાને સવારે ૭.૦૦ થી ૭.૪પ સુધી યોગ કર્યા હતા અને સવારે ૧૧.૦૦ વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે તેમના નિવાસસ્થાને જ યોગ ટ્રેનરોને સર્ટીફિકેટ આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે યોગ ને આપના જીવનનો ભાગ બનાવી યોગથી તન અને મનને સ્વસ્થ બનાવીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.