વિશ્વ રંગભૂમિ દિવસે યોજાયેલા એવોર્ડ સમારંભમાં ગુજરાતી કલાકારોને સન્માનિત કરાયા
વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મ દિવસ નિમિત્તે વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા એવોર્ડ સમારંભનું આયોજન કરાયુ
અમદાવાદ: વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ છે. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા અને એના સાથે મળી વાળુ કરવાનો એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટેનું એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું.
નાટ્ય સમ્રાટ પી.ખરસાણી દ્વારા પરિકલ્પના પામેલ અને વિશાલાના સુરેન્દ્ર સી પટેલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ એવોર્ડ સમારંભનું આયોજન વિચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માનનીય ખ્યાતનામ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
૨૭મી માર્ચ ૨૦૨૨ના એવોર્ડ સમારંભમાં જે કલાકારોના સન્માન કરવામાં આવ્યું એમાં રક્ષાબેન નાયક, મહેશભાઈ વૈદ્ય, સિરાજ રંગવાલા, હશમુખભાઈ ભાવસાર, સનત વ્યાસ, શરદભાઈ વ્યાસ, લીલીબેન પટેલ, ફિરોજ ઈરાની, જનાર્દન ત્રિવેદી, અભિષેક શાહ, તર્જનીબેન ભાડલા, જશ ઠક્કર જેવા નામાંકિત કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભમાં ગુજરાતી રંગભૂમિના બહુ જ જાણીતા કલાકાર પદ્મશ્રી મહેશ અને નરેશ કનોડિયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. અને એમના સુપુત્ર, જાણીતા કલાકાર અને ધારા સભ્ય હિતુ કનોડિયાએ આ સન્માનને સ્વીકારવા માટે કાર્યક્રમમાં હાજરી આપી હતી.
તો જેમના હાથે સન્માન કરવામાં આવ્યું તેવા પદ્મશ્રી શાહબુંદીન રાઠોડે પણ કલાકાર જગતને વખાણી સન્માનને આવકર્યો. સાથે જ ગત વર્ષે કોરોનાને કારણે કાર્યક્રમ નહિ યોજાતા આ વર્ષે કાર્યક્રમ યોજવા પર ખુશી વ્યક્ત કરી.
વિશાલાના માલિક સુરેન્દ્રભાઈના જણાવ્યા પ્રમાણે વિશાલાને 44 વર્ષ થયા જ્યારે એવોર્ડ કાર્યક્રમને 10 વર્ષ પૂર્ણ થયા છે. જે એવોર્ડ કાર્યક્રમ કોરોનામાં નહિ યોજાતા આ વર્ષે કાર્યક્રમયોજી 65 વર્ષ ઉપરના કલાકારોને સન્માનિત કરી કાર્યક્રમને અલગ રૂપ આપવામાં આવ્યું. તો નવયુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા બે નવયુવા કલાકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.