વિશ્વ વિખ્યાત ઊંંઝાના સ્પાઈસ માર્કેટ પર તોળાતું સંકટ
ઊંંઝાનો ધંધો ધીરે ધીરે રાજકોટ, ગોંડલ તરફ ડાયવર્ટ થવા માંડ્યો
અમદાવાદ, માત્ર ગુજરાતમાં કે ભારત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જીરૂં, ઈસબગુલ અને વરિયાળી સહિત જુદા જુદા મસાલા અને તજાના પહોંચાડતા ઊંંઝા એપીએમસીમાં ચાલી રહેલા આંતરીક રાજકારણને લઈને ધંધાને મોટુ નુકશાન થઈ રહ્યુ છે.
સ્પાઈસ હબ ગણાતા ઊંંઝાથી ઘણા વેપારીઓ ગોંડલ અને રાજકોટ શિફટ થઈ રહ્યા છે.અથવા તો ત્યાં પોતાની શાખાઓ શરૂ કરવા લાગ્યા છે. સૌથીમોટા ઊંંઝા એપીએમસી માર્કેટમાં બે લોબી પરસ્પર પોતાના હરિફોને પૂરા કરી દેવા માટે કાર્યરત થઈ જતાં ઊંંઝાનુ અસ્તિત્વ ખતરમાં હોવાના એંધાણ મળી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી જીએસટી અધિકારીઓ દ્વારા ઊંંઝા એપીએમસી માર્કેટમાં વારંવાર રેડ કરીને હજારો કરોડના બોગસ બિલીંગ કૌભાંડના પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ઊંંઝા એપીએમસી માર્કેટના ડીરેક્ટરની પણ બોગસ બિલીંગ કૌભાંડમાં સીધી સંડોવણી હોવાનું ખુલતા તેને ઝડપીલઈને અધિકારીઓ દ્વારા જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.
આ કવાયતમાં પણ મોટુ રાજકારણ હોવાની ઊંંઝામાં ભારે ચર્ચા છે. બે જુથ વચ્ચેે ચાલી રહેલી ગળાકાપ હરિફાઈમાં વેપારીઓ પરેશાન થઈ ગયા છેે. હવે એવો તબક્કો આવી ગયો છે કે ઊંંઝાથી નીકળતી કોઈપણ ગાડીમાં કંઈક ગરબડ હશે તેમ અધિકારીઓપણ માનતા થઈ ગયા છે. જને કારણે યોગ્ય રીતે ધંધો કરતા વેપારીઓને પણ ભારે પરેશાની થઈ રહી છે.
આ પરિસ્થિતિમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી પણ જે ખેડૂતો પોતાનો માલ વેચવા ઊંંઝા આવતા હતા અને ત્યાંથી આ માલ એક્ષપોર્ટ થતો હતો એ પણ હવે તો અટકી ગયો છેે. ઊંંઝાના વેપારીઓ પર ભીંસ વધતા રાજકોટ અને ગોંંડલ એપીએમસીના વેપારીઓ જીરૂ સહિતના માલ વેચવામાં એક્ટીવ થઈ ગયા છે.
ત્યાં જીએસટી કે અન્ય ડીપાર્ટમેન્ટની પરેશાની પ્રમાણમાં ઓછી હોવાથી ંઊંંઝાનાજ ઘણા વેપારીઓએ પોતાના બિઝનેસ ગોંડલ તથા રાજકોટમાં શીફટ કરી દીધા છે. પરિણામે હાલ ઊંંઝા કરતા રાજકોટ અને ગોંડલ એપીએમસી ના વેપારીઓ વધારે ધંધો કરી રહ્યા છે.
જાે આ પરિસ્થિતિ કાયમ માટે રહી તો કદાચ ઊંંઝા એપીએમસી ના અસ્તિત્વ પર ખતરો ઉભો થઈ જશે. કેટલાંક વેપારીઓ નામ નહી આપવાની શરતે જણાવી રહ્યા છે કે આખી દુનિયામાં કોઈપણ વેપારી જ્યાં સલામતી અને શાંતિથી ધંધો કરવા મળતો હોય ત્યાં જ ધંધો કરવાનું પસંદ કરતા હોય છે. વર્ષો સુધી ઊંંઝામાં ખુબ જ સારી રીતે ધંધો કરી શકાતો હતો. હવે જુથવાદને કારણે જુથવાદમાં જાેડાતા વેપારીઓને રાજકારણનો ભોગ બનવુ પડી રહ્યુ છે. તેથી તેમણે પોતાની શાખાઓ અન્ય સ્થળે પણ ચાલુ કરી દીધી છે.